અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના ૧૧૭ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૦ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના ૧૯૫ શંકાસ્પદ કેસમાંથી ૧૨ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે શરદી, ઉધરસ અને તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના ૬,૬૬૩ દર્દીઓ નોંધાયા છે.
સોલા સિવિલમાં એક મહિનાના ગાળામાં વાયરલ ઈન્ફેક્શનના ૧૩ હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. એક મહિનામાં વાયરલ હેપેટાઇટિસના ૩૮ કેસ નોંધાયા છે, જેમાં ગયા સપ્તાહે ૫ નવા કેસ નોંધાયા છે.
એક મહિનામાં ટાઈફોઈડના ૧૭ દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જ્યારે એક મહિનામાં ૐ૧દ્ગ૧ એટલે કે સ્વાઈન ફ્લૂના ૧૩૩ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ૩ દર્દીઓ પોઝિટીવ મળી આવ્યા છે. છેલ્લા એક મહિનામાં ચિકનગુનિયાના ૧૬૪ શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જેમાંથી ૨૬ દર્દીઓના રિપોર્ટ કન્ફર્મ થયા છે.
અમદાવાદમાં તહેવારો પૂરા થવાની સાથે જ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના પગલે બેવડી સીઝનના લીધે રીતસરનો લોકોને બેવડો માર પડી રહ્યો છે. બેવડી સીઝનની સાથે ખાનપાનની નિષ્કાળજીએ પણ વાઇરલ ફીવરના કેસોમાં વધારો કર્યો છે.
ડોક્ટરોનું કહેવું છે કે બેવડી સીઝનના લીધે શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જાય છે. તેની સાથે ખાનપાનના મોરચે નિષ્કાળજી તથા મિઠાઈઓ અને હોટેલોના ખાવાના મારાએ લોકોના શરીરની સ્થિતિ બગાડી છે. આના પગલે અમદાવાદમાં વાઇરલ ઇન્ફેકશનના કેસોનું પ્રમાણ પણ વધ્યુ છે. આ સિવાય હજી પણ અઠવાડિયા કરતાં વધુ સમય સુધી બેવડી સીઝન ચાલુ રહેવાની હોવાથી આ આંકડો સતત વધતો જાય તો પણ આશ્ચર્ય નહીં લાગે. આ આંકડો સરકારી હોÂસ્પટલોનો છે. હવે જા બીજી ખાનગી હોસ્પિટલોને ઉમેરીએ તો આ આંકડો ખાસ્સો વધી જાય તેમ છે.