અમદાવાદની સેવન્ત ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ રાજ્યમાં વિદ્યાર્થીઓ પરના હુમલાની ઘટનાઓ વધી ગઈ છે. જેમાં વડોદરામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર નખ વડે હુમલો કર્યો હતો. આ ઘટના વડોદરાની પોદ્દાર સ્કૂલમાંબની હતી. વિદ્યાર્થીએ નખ વડે હુમલો કરતા અન્ય  વિદ્યાર્થીની આંખ બચી ગઈ હતી. તે સિવાય જે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો.

તેના કહેવા મુજબ હુમલાખોર વિદ્યાર્થી પાસે ચાકૂ પણ હતું. આ હુમલો ધોરણ ૭ના વિદ્યાર્થી પર સાથી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો હતો. બેચ પરથી હટવાનું કહેવા જેવી સામાન્ય બાબતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અરસ્નાન કાપડીયા નામના વિદ્યાર્થી પર નખ વડે હુમલો કરાયો હતો. આ હુમલો બરાનુદ્દીન મસૂરવાલા નામના વિદ્યાર્થીએ કર્યો હોવાનું તપાસમાં જણાયું હતું.