સરખેજ વિસ્તારમાં ઓક્ટોબર ૨૦૨૦માં પિતાની હત્યા કરનારા પુત્રએ પિતાને જમીન, મકાન, દાગીના વેચી પૈસા માગતા ઇનકાર કર્યો. જેથી ઉશ્કેરાયેલા પુત્રએ પિતાની હત્યા કરતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. સાથે જ ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, ત્યારે આવા કેસમાં આરોપીની સામે દયા ન દાખવી શકાય.બનાવ અંગે ફરિયાદ મુજબ હકીકત એવી હતી કે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ઔડાના મકાનમાં ૬૫ વર્ષીય મગનભાઈ કરશીભાઈ રબારી તેમના દીકરા સુરેશ, દીકરી સુરેખા સહિતના પરિવાર સાથે રહેતા હતા. સુરેશને તેના પિતા સાથે ઓક્ટોબર ૨૦૨૦માં પૈસા મામલે તકરાર થઈ હતી. જેથી ૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સુરેશે પિતાને જમીન, મકાન અને ઘરેણાં વેચી પૈસા આપી દો તેમ કહ્યું હતું. જા કે, પિતાએ ઇનકાર કરી દીધો હતો. તે બાબતની અદાવત રાખી સુરેશે લાકડીના ફટકા પિતાને માર્યા હતા. જેથી ગંભીર હાલતમાં પિતાને સારવાર માટે પહેલાં સોલા સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જા કે, ત્યાંથી સિવિલ હોÂસ્પટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જેથી બહેન સુરેખાએ ભાઈ સુરેશ સામે પિતાની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સરખેજ પોલીસે ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સુરેશ ઉર્ફે ગમન રબારીને ઝડપી લીધો હતો.ત્યારબાદ તેની સામે તપાસ કરી ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસમાં સરકારી વકીલ તારાબા પી. ચુડાસમાએ પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટમાં દલીલ કરી હતી કે, નજીવી બાબતે પિતાની પુત્રએ હત્યા કરી છે, આરોપી સામે હત્યાનો કેસ પુરવાર થાય તેટલા પુરાવા છે અને સાક્ષીઓની જુબાની પણ છે, ગંભીર પ્રકારનો કેસ છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જાઈએ. આવી રજૂઆત બાદ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ.સોજીત્રાએ આરોપી પુત્ર સુરેશને આજીવન કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.