જિલ્લામાં અમદાવાદમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ના જથ્થા સાથે એક યુવતી આવતી હોવાની બાતમીના આધારે રાજકોટ એસઓજી ટીમ વોચમાં ઊભી હતી. જેમાં અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવતી એક યુવતીને રાજકોટ શહેર ર્જીંય્ ટીમે બામણબોર નજીકથી ઝડપી તેની પાસેથી ડ્રગ્સનો ૫ લાખથી વધુનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બજેશ કુમાર ઝા તરફથી મળેલ સૂચનાના આધારે રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત એસઓજી,પીઆઇ, એસ.એમ. જાડેજાના માગ્દર્શન હેઠળ એસઓજી ટીમના ફીરોજબાઈ રાઠોડ, હાર્દિકસિંહ પરમાર ખાનગી રીતે બાતમી મળતા એસઓજી ટીમ રાજકોટ-અમદાવાદ હાઇવે બામણબોર ગામમાં જવાના જુના રસ્તા પાસે વોચમાં ઊભી હતી. આ દરમિયાન એક યુવતી શંકાસ્પદ હાલતમાં પસાર થતા જાવા મળી હતી. પોલીસ તેને રોકીને તેની ચકાસણી કરતાં તેની પાસેથી ૫,૮૯,૫૦૦ રૂપિયાની કિમત ધરાવતું ૫૮.૯૫ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ સાથે બે મોબાઈલ, નાનો વજન કાંટો, રોકડા રૂપિયા સહિતના ૬.૧૦ લાખના મુદ્દામાલ મળી આવ્યો હતો. પરિણામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે એસઓજી,પીઆઇ, એસ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ સાથે ઝડપાયેલાં ૨૭ વર્ષીય યુવતી શ્વેતા શાંતીલાલ ઠકકર કે જેઓ બ્યુટીપાર્લરનો વેપાર કરે છે અને અમદાવાદ વટવા, સતેજ હોમ્સ બ્લોક નંબર- સી/૧૮, કિંજલ હાઇટસની બાજુમાં રહે છે. આ યુવતી રાજકોટ ડ્રગ્સ પહોંચાડે તે પેહલા ઝડપી લેવામાં આવી છે. આ યુવતી દ્વારા કેટલીવાર ડ્રગ્સની આપ-લે કરવામાં આવી છે. પરિણામે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવે છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.