વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોનાના નવા વેરિયન્ટે દુનિયામાં દસ્તક લઈ લીધી છે તેની ઝપેટમાં અનેક દેશો આવી ગયા છે ત્યારે કોરોનાનો આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે એવામાં અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ભાવનગરથી આવેલ ૧૧ લોકોને કોરોના પોઝિટીવ આવ્યો હતો. સિંધુભવન સ્થિત હોટેલમાં લગ્નમાં આવ્યા હતા. ૨૫ થી ૨૯ નવે. અમદાવાદ લગ્નમાં આવ્યા હતા. સંપર્કમાં આવેલ લોકોની શોધવાની કામગીરી શરૂ કરાઈ છે.
આ તમામ સંક્રમિતોની મેરિએટ હોટેલની ટ્રાવેલ હિસ્ટ્રી નીકળતાં આ ઘટનાની ગંભીરતા અનેકગણી વધી ગઈ છે, કારણ કે દિવાળી બાદ શરૂ થયેલી લગ્નસરાની મોસમમાં લોકો ખુબ મોટી સંખ્યામાં લગ્ન સમારોહમાં ભાગ લઈ રહ્યાં છે. તેમાં આ ભાવનગરનો પરિવાર તા.૨૫ થી ૨૯ નવેમ્બર દરમિયાન મેરિએટ હોટેલમાં લગ્નપ્રસંગમાં મહાલ્યા હતા. આથી આ ૪ દિવસ દરમિયાન કેટલા લોકો અને કોણ-કોણ આ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા? તે શોધવા માટે માટે આરોગ્ય તંત્રે કવાયત હાથ ધરવી પડશે. આ ઉપરાંત હોટેલના સ્ટાફ અને ત્યાં રોકાયેલા અન્ય મહેમાનો ઉપર પણ કોરોના સંક્રમણનું સંકટ સર્જાયું છે.
આ અંગે રાજ્ય સરકારે આંકડા પણ જોહેર કર્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતમાં શનિવારે કોરોનાના ૪૪ નવા કેસો સામે આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૧૨ કેસો સામે આવ્યા છે. જ્યારે ભાવનગરમાં ૧૧, સુરત અને વડોદરામાં ૫-૫, દાહોદમાં ૩, નવસારી, રાજકોટ અને વલસાડમાં ૨-૨ તેમજ કચ્છ અને રાજકોટમાં ૧-૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે ૩૬ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૪૪ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૩૬ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૨૩૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૪ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે ૪,૦૦,૨૭૩ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.