કહેવાય છે કે લાલચ બુરી ચીઝ હૈ, આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરમાં જાવા મળ્યો છે. ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતા યુવકે પાર્ટ ટાઇમ જાબ કરી રૂપિયા કમાવવા જતા લાખો ગુમાવવાનો વખત આવ્યો છે. ગુગલ મેપમાં જઇ હોટલ અને રેસ્ટોરન્ટમાં રીવ્યું આપીને રૂપિયા મેળવવાની લાલચ આપીને ગઠિયાએ યુવક પાસેથી ૩૦ લાખ ૪૮ હજાર પડાવી લીધા છે.
અમદાવાદમાં ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતા યુવકને ૧૧મી માર્ચના દિવસે એક વોટ્સઅપ મેસેજ આવ્યો હતો. જેમાં તેમને પાર્ટટાઇમ જાબની ઓફર કરવામાં આવી હતી. મોબાઇલ ફોનથી ગુગલ મેપમાં જઇને હોટલ તથા રેસ્ટોરન્ટમાં રીવ્યું આપવા માટે જણાવ્યું હતું. જેના બદલામાં તેમને શરૂઆતમાં એક ટાસ્ક પુરો કરવાના ૫૦ રૂપિયા મળશે. બાદમાં એડવાન્સ પૈસા જમા કરાવે તો રીવ્યુના ૧૦૦ રૂપિયા લેખે આપવામાં આવશે.
યુવકે આ જાબ કરવાની તૈયારી દર્શાવતા તેમને એક લીંક મોકવામાં આવી હતી. જેથી તેણે રીવ્યૂ મોકલી આપતા તેને જા પેમેન્ટ જાઇતું હોય તો લીંક પર ક્લિક કરીને ગઠિયાએ તેમની ટેલીગ્રામ ચેનલ જાઇન કરી તેમના ફાઇનાન્સીયલ રિસેપ્સનીસ્ટનો સંપર્ક કરીને સેલેરી કોડ મોકલી પેમેન્ટ મેળવવા માટે કહ્યું હતું. આમ ગઠિયાએ લીંક મોકલતા ફરીયાદી યુવકે તેના પર ક્લિક કરતા યુપીઆઇ નંબર માંગ્યો હતો. જે આપતા જ ફરીયાદીને રૂપિયા ૧૫૦ મોકલી આપ્યા હતાં. બાદમાં ગઠિયાએ બીજા ત્રણ ટાસ્ક પુરા કરવાનું કહીને યુવકને બીજા ૧૫૦ રૂપિયા મોકલી આપ્યા હતાં.
આમ હવે જા બાકીના ટાસ્ક પુરા કરવા હોય તો ટેલીગ્રામ ચેનલ જાઇન કરવાનું કહ્યું હતું. જેમાં આખા દિવસમાં ટોટલ ૨૧ ટાસ્ક કરવાના રહેશે. જેમાંથી ૧૭ ટાસ્ક ગુગલ મેપના અને ૪ એડવાન્સ ટાસ્ક કરવાના રહેશે. આ એડવાન્સ ટાસ્કમાં ફરીયાદીને પૈસા જમા કરાવવા પડશે. ટાસ્ક પુરા થયા બાદ પૈસા મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. ગઠિયાઓ ફરીયાદીને એડવાન્સ ટાસ્ક કરીને ક્રિપ્ટો ટ્રેડિંગ કરાવતા હતાં. વેબસાઇટ પર તેનું ટ્રેડિંગ ફંડની રકમ પણ બતાવતા હતાં.
શરૂઆતમાં ફરીયાદીએ ગઠિયાએ આપેલી યુપીઆઇ આઇડી પર બે હજાર ટ્રાન્સફર કરતા ટાસ્ક પૂર્ણ કર્યા બાદ તેઓને ૨૬૩૦ પરત કર્યા હતાં. આમ ફરીયાદીને વિશ્વાસમાં લઇ ગઠિયાએ વધુ પૈસા કમાવવાની લાલચ આપીને અલગ અલગ બહાના હેઠળ રૂપિયા ૩૦ લાખ ૪૯ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતાં. જાકે ફરિયાદીને તેની સાથે છેતરપિંડી થઇ હોવાની શંકા જતા તેણે સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.









































