અમદાવાદ શહેરમાં ખાદ્ય વિભાગ દ્વારા ડિસેમ્બર, ૨૦૨૪ થી એપ્રિલ, ૨૦૨૫ સુધી લેવાયેલા ફૂડ સેમ્પલને બિનઆરોગ્યપ્રદ જાહેર કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૬૪૯ નમૂના લીધા હતા, જેમાંથી ૩૧ સેમ્પલ ફેલ આવ્યા છે, ૧૧ને અનસેફ જાહેર કરવામાં આવ્યા હોવાનું આરટીઆઇ અરજીમાં ખુલાસો થયો છે.
અમદાવાદમાં જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ અરજી કરવામાં આવી હતી, જેમાં પહેલી વખત એકસાથે ૮ જેટલા નમૂના ફેલ આવ્યા છે. શહેરની રેસ્ટોરન્ટમાં કે હોટલમાં પીરસવામાં આવતું પનીર મોટાભાગે શંકાસ્પદ હોય છે. જેને લઈને આરટીઆઈ કરવામાં આવી હતી. ૪ મહિનામાં લેવાયેલા ૮ સેમ્પલ અનસેફ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાએ સબસ્ટાર્ન્ડની જગ્યાએ બિનઆરોગ્યપ્રદ જાહેર કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ૯૬૯૪ સેમ્પલ મનપાએ લીધા હતા જેમાં ૮ સેમ્પલ અનસેફ જાહેર કરાયા હતા.
ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ફૂડ સબસ્ટાન્ડર્ડ (નબળી ગુણવત્તા) મળે તો વેપારીને રૂપિયા ૫ લાખ સુધીનો દંડ થાય છે, તેમજ ૩ મહિનાથી ૭ વર્ષની સજાની જાગવાઈ છે, તેમજ જા મૃત્યુ થાય તો આજીવન કેદ પણ થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ જે ખરીદનારના પૂર્વગ્રહને કારણે કોઈ પણ ખોરાક વેચે છે જે આ એફએસએસએઆઇ કાયદાની જાગવાઈઓ અથવા નિયમો અથવા ખરીદનાર દ્વારા માંગવામાં આવેલી પ્રકૃતિ, રવિયા પદાર્થ અથવા ગુણવત્તાનું પાલન કરતું નથી, તો તે પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોય તેવા દંડને પાત્ર થશે.