અમદાવાદમાં તથ્ય પટેલ અને વડોદરાના રક્ષિત ચોરસિયા દ્વારા ગુજરાતના મોટા વ્યસનથી ચકચૂર અકસ્માતો બાદ પણ અમદાવાદના રસ્તાઓ હજુ પણ સુરક્ષિત નથી. રાત્રિના ઘેનમાં ઘેરાયેલી બેભાન લાલ આંખો સામે કોણ છે તે જાવામાં બેઘડી ખોવાઈ જાય છે અને ગુજરાતમાં નિર્દોષોનો જીવ સાવ સસ્તામાં ચાલ્યો જાય છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અમદાવાદમાં ૨૦૨૫ના વર્ષની શરૂઆતમાં જ દારૂ પીને વાહન ચલાવવાના ૫૮૦ કેસ નોંધાયા છે. ૨૦૨૪ના વર્ષમાં અમદાવામાં દારૂ પીને વાહન ચલાવવાના કુલ ૨૦૮૧ ડ્રાઈવના ૨૦૨૪ના કેસ થયા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જાતાં એકલા અમદાવાદમાં પ્રતિદિન સરેરાશ ૯ વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવતા પકડાય છે. વર્ષ ૨૦૨૫ની શરૂઆતના ૫૮૦ વ્યક્તિને પકડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે. જે અનુસાર ગુજરાતમાં રાજ્યવ્યાપી તથ્ય અને રક્ષિત દ્વારા આચરવામાં આવેલા એÂક્સડેન્ટ બાદ પણ બે મહિનામાં જ રોજના સરેરાશ બે વ્યક્તિ સામે પોલીસ વિભાગ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે.
જા કે પોલીસ વિભાગના આધારભૂત સૂત્રો અનુસાર આ એ લોકોની માહિતી છે જેમની સામે પોલીસ વિભાગ દ્વારા શરાબ પીને વાહન ચલાવવા સામે કાર્યવાહી કરવામાં આવી હોય. પરંતુ અમદાવાદમાં આવા અસંખ્ય ટોલ નાકા છે જ્યાં કાયદેસરની કાર્યવાહી કરતાં વધુ સંખ્યામાં લોકો પકડાયા હોવાનું જાણવા મળ્યું છે. જા કે ઘણાં કિસ્સાઓમાં પોલીસ દ્વારા ભ્રષ્ટાચારી માંડવાળ કરતા હોવાથી મોટા ભાગના કેસોમાં ભીનું સંકેલાઈ જાય છે. દરેક ટોલનાકા પર સીસીટીવી ફૂટેજ મળવા શક્ય ના હોવાથી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો સાચો આંકડો મળવો મુશ્કેલ છે. પહેલાં માત્ર તહેવારો પૂરતું આ દૂષણ હતું પરંતુ હવે સામાન્ય સંજાગોમાં પણ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ જાવા મળી રહ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેરના વિસ્તારોમાં ડ્રંક એન્ડ ડ્રાઈવની અલગ અલગ તાસીર જાવા મળે છે. આ અંગે પોલીસ વિભાગના એક અધિકારી જણાવે છે કે, ‘આ એક દૂષણ હોવા છતાં પણ મોટા ભાગના કેસમાં નીચલા સ્તરે ભ્રષ્ટાચારના આધારે ભીનું સંકેલાઈ જાય છે જા કોઈ કેસમાં મૃત્યુ થાય તો કડક કાર્યવાહી થાય છે અન્યથા બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ ઘણીવાર મોટા તોડનો ફાયદો કરાવે છે. જા દરેક બ્રેથ એનલાઈઝિંગ વખતે કેમેરા રાખવામાં આવે તો ચોક્કસ ફેર પડશે. અમદાવાદના સંવેદનશીલ રસ્તાઓ જેવા કે એસ.જી હાઈવે, એસ.પી.રિંગ રોડ અને અમદાવાદ- ગાંધીનગર હાઈવે પર હાલમાં વધતાં જતાં કેસ સામે સતર્કતા વધારવાની જરૂર છે.