અમદાવાદમાં ફરી એકવાર અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વેજલપુર વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા બ્લેક મેજિક બાબાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હોવાનો આ ઘટનાનો  ખુલાસો થયો છે. મહિલાને “તંત્ર વિધિ”ના બહાને ડરાવી અને તેની પાસે ૧૪.૧૮  લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલાના પતિ અને પુત્રનું ૨૦૨૪માં અવસાન થયું હતું. મહિલા હાલમાં તેના ઘરમાં એકલી રહે છે.આ મામલે બ્લેક મેજિક બાબા ઉર્ફે રામપ્રતાપ ભાર્ગવ તથા તેની સાથી ગુરુમાતા ઉર્ફે વિજેન્દ્ર દેવી વિરુદ્ધ વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસ  સૂત્રો મુજબ, આ બંને આરોપીઓએ મહિલાની માનસિક સ્થિતિનો લાભ ઉઠાવી, તેને “તંત્ર વિધિ નહીં કરાવશે તો મોત થઈ જશે” કહી ડરાવ્યું અને લાંબા સમય સુધી છેતરપિંડી ચાલુ રાખી.ફરિયાદ મુજબ, વિધવા મહિલાનો પતિ બે વર્ષ પહેલા અવસાન પામ્યો હતો, ત્યારબાદ તે માનસિક રીતે ખૂબ તણાવમાં હતી. આ દરમિયાન કોઈ ઓળખીતાએ તેને રામપ્રતાપ નામના તાંત્રિક બાબા પાસે લઈ ગયા હતા. શરૂઆતમાં બાબાએ મહિલાને કહ્યું કે તેના જીવનમાં નકારાત્મક શક્તિઓ છે અને તાંત્રિક વિધિ કરાવ્યા વગર તેનું જીવન જાખમમાં છે.ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, જ્યારે મહિલા યુટ્યુબ પર વીડિયો જાઈ રહી હતી, ત્યારે તેણે તાંત્રિક બાબા અને કાળા જાદુના બાબા, મુસ્લિમ તાંત્રિક શિફલી, બાબા ગુરુ પ્રતાપ શાહજીના વીડિયો જાયા. મહિલાએ રીલ્સમાં બતાવેલા નંબર પર ફોન કર્યો કારણ કે તે તેના પતિ અને પુત્રના મૃત્યુ વિશે જાણવા માંગતી હતી. ફોન પર અધોરી બાબા સાથે વાત કરતી વખતે, મહિલાએ તેને કહ્યું કે તમારા ઘરમાં કાળો જાદુ છે અને તેને દૂર કરવા માટે એક વિધિ કરવી પડશે, જેનો ખર્ચ દસ હજાર રૂપિયા થશે.ત્યારબાદ બાબાએ તેની પાસે તંત્ર વિધિના નામે રૂ. ૧૪.૧૮ લાખ જેટલી રકમ વિવિધ હપ્તામાં માગી હતી. મહિલાએ પોતાના આભૂષણ વેચી અને લોન લઈને પૈસા આપ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, ગુરુમાતા વિજેન્દ્ર દેવી બાબાની સાથી તરીકે કામ કરતી હતી અને તે મહિલાને વારંવાર કહેતી કે “તારું ભવિષ્ય અંધકારમય છે, તારા પર તંત્રનો પ્રભાવ છે, બાબા જ તને બચાવી શકે.” બંનેએ મળીને મહિલાને સતત ડરાવતાં રહેતાં અને તેની પાસે નાણાં પડાવતા રહેતાં.“વિજેન્દ્રદેવી ઘડામાં કાળા સાપ સાથે સ્મશાનમાં ધાર્મિક વિધિ કરવા જઈ રહી છે.” મહિલાએ ફરીથી એક આંગડિયા દ્વારા રામપ્રતાપને ૯.૨૦ લાખ મોકલ્યા. રામપ્રતાપે ફરીથી મહિલા પાસેથી પૈસાની માંગણી કરતા કહ્યું કે વિજેન્દ્રદેવી ઘડામાં કાળા સાપ સાથે સ્મશાનમાં ધાર્મિક વિધિ કરવા જઈ રહી છે, જ્યાં તેના પતિ અને પુત્રની આત્માઓને બોલાવવામાં આવશે. રામપ્રતાપે આ ધાર્મિક વિધિ કરવા માટે મહિલા પાસેથી ૩.૧૫ લાખ માંગ્યા. રામપ્રતાપે ધમકી આપી કે જા તે પૈસા નહીં આપે તો તેનો નાશ કરવામાં આવશે. મહિલાએ તરત જ ૩.૧૫ લાખ મોકલ્યા.મહિલાના ભાઈએ તેણીને તાંત્રિક વિધિઓ અને કાળા જાદુના નામે છેતરપિંડી કરનારાઓ સામે ફરિયાદ નોંધાવવા કહ્યું. પૈસા આપ્યા પછી, મહિલાએ તેના ભાઈને સંપૂર્ણ સત્ય કહ્યું. ભાઈએ તેણીને તાંત્રિક વિધિઓ અને કાળા જાદુના નામે છેતરપિંડી કરનારાઓ સામે ફરિયાદ નોંધાવવા કહ્યું. મહિલાને શંકા થઈ અને તેણે બાબા વિશે માહિતી મેળવવાની કોશિશ કરી. તપાસ કરતાં ખબર પડી કે રામપ્રતાપ ભાર્ગવ અગાઉ પણ અન્ય મહિલાઓ સાથે છેતરપિંડી કરી ચૂક્્યો છે. મહિલા તરત જ વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચી અને વિગતવાર ફરિયાદ નોંધાવી.