અમદાવાદમાં જૈન દેરાસરમાં થયેલી ચાંદીની ચોરીમાં મંદિરનો પૂજારી જ મુખ્ય આરોપી નીકળ્યો છે. પોલીસે ૧.૬૪ કરોડની ચાંદીની ચોરીમાં એક મહિલા અને ચાર આરોપીની ધરપકડ કરી છે. તેની સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.અમદાવાદની પોલીસે લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલી ચાંદીની ચોરીમાં કુલ પાંચ આરોપીઓ પકડ્યા છે. આ મામલામાં ચોરી કરનારા ત્રણ આરોપી હતા. જ્યારે બીજા બે આરોપીઓ ચોરીના માલનો વહીવટ કરતા હતા. ત્રણેય આરોપીઓ દેરાસરમાંથી ટુકડે-ટુકડે ચોરી કરતાં હતા. તે ચાંદીની ટુકડે-ટુકડે ચોરી કરીને બીજા બે આરોપીને આપી દેતા હતા. બંને આરોપીઓ ચોરેલી ચાંદી બજારમાં વેચી દેતા હતા. તેના રૂપિયાથી ચોરાયેલી ચાંદીની ઓળખ ન થાય તે માટે નવી બનાવટી ચાંદી ખરીદતા હતા.પાલડીમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થોડા સમય અગાઉ દેરાસરના પૂજારી અને સફાઈ કર્મચારી દંપતીએ ૧.૬૪ કરોડના દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં થઈ હતી. ચોરીના મુખ્ય આરોપી મેહુલ અને કિરણ ફરિયાદ નોંધાવતાની સાથે જ ભાગી ગયા હતા. માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને બોલેરો પિકઅપ અને ચોરાયેલી ચાંદી સાથે ધરપકડ કરી હતી. મેહુલની પૂછપરછમાં ખુલાસો થયો કે તે છેલ્લા ૧૫ વર્ષથી મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યો હતો.અઢી વર્ષ પહેલાં, જ્યારે મૂર્તિઓને નુકસાન થયું હતું, ત્યારે મંદિરના ટ્રસ્ટીઓની સૂચનાથી મૂર્તિઓની પાછળના ચાંદીના જડતર કાઢીને મંદિરના ભોંયરામાં મૂકવામાં આવ્યા હતા. મેહુલ પાસે જડતરની ચાવીઓ હતી. તેથી, મેહુલ ચાંદી ચોરી કરવા માટે કટરનો ઉપયોગ કરતો હતો અને સફાઈ કામદાર કિરણની મદદથી મંદિરમાંથી ચાંદી કાઢતો હતો. ત્યારબાદ મેહુલ ચોરાયેલી ચાંદીને કટરથી કાપીને આરોપી રોનક શાહ અને સંજય જાગરિયાને વેચતો હતો. ત્યારબાદ મેહુલે મંદિરના બધા જડતરના ટુકડા કરી નાખ્યા અને રોનક શાહ અને સંજયને વેચી દીધા. આ ચોરી કર્યા પછી, મેહુલે મૂર્તિના કાનના બુટ્ટી, મુગટ અને સાડી પણ ચોરી લીધી અને રોનક અને સંજયને વેચી દીધી. રોનક અને સંજય વેપારી હતા. તેઓ ચોરાયેલા ચાંદીના દાગીના અને જડેલી વસ્તુઓ બજારમાં લઈ જતા અને સાયાક્લીગ માટે શરાફ ફર્મને આપતા. સાયાક્લીગ કર્યા પછી, આરોપીઓ પૈસા લેતા અને નવી ચાંદી ખરીદવા માટે તેનો ઉપયોગ કરતા.ચોરાયેલી ચાંદી ઓળખી ન શકાય તે માટે, તેઓ તેને રિસાયકલ કરતા, પૈસા લેતા અને નવી ચાંદી ખરીદવા માટે પણ તેનો ઉપયોગ કરતા. આરોપીઓએ બે વર્ષમાં ૧૧૭ કિલોથી વધુ ચાંદીની ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ૪૮ કિલો ચાંદી પણ જપ્ત કરી છે. ૭૯,૦૦૦ ની રોકડ અને એક બોલેરો પિકઅપ પણ જપ્ત કરવામાં આવી છે.









































