અમદાવાદમાં ગરમીમાં વધારો થતાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ સપ્તાહમાં ૧,૦૬૬ દર્દીઓ જાવા મળ્યા છે. તેની સાથે વાઇરલ ઇન્ફેકશનના કેસમાં પણ કેસમાં વધારો નોંધાયો છે.
આ કેસોમાં મેલેરિયાના ૨૨૩, ડેન્ગ્યુના ૮૩ અને ચિકનગુનિયાના છ કેસ સહિત વાઇરલ કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. લોકોના આરોગ્ય પર કાળઝાળ ગરમીની અસર જાવા મળી રહી છે.
અમદાવાદમાં પાણીજન્ય રોગચચાળો બેકાબૂ બની રહ્યો છે. ઝાડા ઉલ્ટીના ૧,૩૬૬ તથા કોલેરના ૧૮ કેસ નોંધાયા છે. વટવા અને અમરાઇવાડી, દાણીલીમડાની સાથે મણિનગર, લાંભાની જાડે વસ્ત્રલમાં કોલેરાના કેસ મહિનામાં નોંધાયા છે. પાણીના સેમ્પલ પૈકી ૧૩૪ સેમ્પલ યુનિ.ના આરોગ્ય વિભાગે અનફીટ જાહેર કર્યા છે.
અમદાવાદમાં લાંબા સમયથી સ્વાઇન ફ્લુના કેસોમાં સતત વધારો જાવા મળી રહ્યો છે. તેમા છેલ્લા એક મહિનામાં ૬૦થી વધુ કેસ નોંધાતા લોકોમાં ડર છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો પણ વધતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. એએમસીએ સૂચના આપી હતી કે યુએચસી અને પીએચસી ખાતે ગરમીના લીધે આવતા દર્દીઓ અંગે ખાસ સૂચના અપાઈ છે.