અમદાવાદથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ અંગે મોટો ખુલાસો થયો છે. ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ૧ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો હતો.
જણાવી દઈએ કે, ટાયરમાં સંતાડીને ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ઈકો ગાડીમાં સંતાડીને ડિલિવરી થઈ રહી હતી. સાથે જ શંકા ન જાય તે માટે પરચૂરણ સામાન પણ રખાયો હતો. ટાયરમાં કેવી રીતે ડ્રગ્સ
આભાર – નિહારીકા રવિયા સંતાડીને ઘૂસાડવામાં આવતું હતું, તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જાઇ શકાય છે કે, ટાયરની અંદર ડ્રગ્સના પેકેટ મૂકવામાં આવ્યા હતા. જેની ઉપર ટ્યૂબ રાખવામાં આવી હતી. જે સામાન્ય ટાયરની જેમ જ દેખાતું હતું. પરંતુ ટાયર ખોલતા જ તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જાવું રહ્યું.