અમદાવાદ શહેરમાં ટીવાયએકોન ૨૦૨૫નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સદવિચાર પરિવાર કેમ્પસ ખાતે આયોજિત ત્રણ દિવસીય પરિષદનું અધ્યક્ષપદ ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડા. ભાવેશ પારેખ દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે ડા. પૂર્ણા કુરકુરે અને ડા. પંકજ શાહે માર્ગદર્શક તરીકે માર્ગદર્શન આપ્યું હતું.આ પરિષદનું નેતૃત્વ પ્રમુખ ડા. હેમંત મલ્હોત્રા અને ઉપપ્રમુખ કર્નલ ડા. પ્રકાશ ચિતલકર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પરિષદની થીમમાં “યુવાનોના કેન્સરમાં ચોકસાઈ ઓન્કોલોજી” હતી જેમાં પ્રારંભિક નિદાન, ચોકસાઇ દવા, સર્વાઇવરશિપ અને મનોસામાજિક સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
પરિષદમાં નવી પહેલ તરીકે એવાયએ ક્લિનિક અને નેવિગેટર મોડેલ, વન-સ્ટોપ કેર., રાજ્યભરના નિષ્ણાતોને જાડવા માટે પ્રિસિઝન ટેસ્ટિંગ અને ડિજિટલ ટ્યુમર બોર્ડ, લાંબા ગાળાના સ્વાસ્થ્ય મુદ્દાઓ માટે સર્વાઇવરશિપ અને લેટ-ઇફેક્ટ્‌સ ક્લિનિક. એવાયએ કેન્સર રજિસ્ટ્રી, નીતિ નિર્માણ અને વીમા સુધારા માટે ડેટા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જયારે પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોડું નિદાન, સેવાઓનું વિભાજન, શિક્ષણ/કારકિર્દીમાં વિક્ષેપ, નાણાકીય બોજ અને માનસિક સ્વાસ્થ્ય મુશ્કેલીઓનો સમાવેશ થાય છે જા કે તેના ઉકેલો અગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં સંકલિત ક્લિનિક્સ, પ્રજનનક્ષમતા એસઓપી, શાળા-કોલેજ જાગૃતિ, ડિજિટલ ટ્યુમર બોર્ડ અને સર્વાઇવરશિપ કાર્યક્રમો વગેરે મુદ્દા સામેલ હતાં
ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડા. ભાવેશ પારેખે જણાવ્યું હતું કે આ પરિષદ ગુજરાત અને અમદાવાદના નાગરિકોને ઝડપી અને સસ્તું આરોગ્યસંભાળ, સારી સારવાર અને મજબૂત સર્વાઇવરશિપનો લાભ આપશે.