અમદાવાદમાં ઈડી દ્વારા ૧૦ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જમાલપુર કાચની મસ્જીદ વક્ફ ટ્રસ્ટ કેસમાં ઈડીએ ૧૦ જગ્યાઓ પર રેડ પાડી હતી. શાહઆલમ નવાબ બિલ્ડર્સના માલિક શરીફ ખાનના ઘરે પણ ઈડીએ રેડ પાડી છે. તો તેમના ખેડામાં આવેલા ફાર્મ હાઉસમાં પણ રેડ પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાંચની મસ્જીદ વક્ફ ટ્રસ્ટના મુખ્ય આરોપી સલીમ જુમ્મા પઠાણના ઘર સહિત ૧૦ જગ્યાએ દરોડા પાડવામા આવ્યા છે. તો છસ્ઝ્રના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના કાકા નવાબખાનના દીકરા શરીફખાનના ઘર પર ઈડ્ઢએ રેડ પાડી છે.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે અમદાવાદના જમાલપુરમાં આવેલા સૌદાગર બિલ્ડર્સ કન્સ્ટ્રક્શનના માલિક સલીમ જુમ્માખાન પઠાણને ત્યા ઈડીએ દરોડા પાડ્યા હતા. તેમજ આરોપીની જમાલપુર કાચની મસ્જીદ સહિત તેના ખેડાના ફાર્મ હાઉસમાં પણ ઈડીએ દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. સલીમ જુમ્માખાન પઠણે વક્ફની જમીન પર ટ્ઠદ્બષ્ઠ દ્વારા ભાડે આપેલી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યુ હતું. તેમજ કરોડો રુપિયાની મિલ્કત હડપ કરી લીધી હોવાનું જણાવ્યું હતું.જમાલપુર વિસ્તારમાં આવેલી મસ્જીદ પાસે કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યા પર કેટલાક શખ્સો દ્વારા દુકાનો બનાવી દેવામાં આવી હતી. આ જમીન વક્ફ બોર્ડની હોવાનો ખુલાસો થતા જ આ વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો હતો.