અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં યુવકની ખુલ્લેઆમ તલવાર અને છરીના ઘા મારી હત્યા કરતા આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદ શહેરમાં બિલ્લો નામના બૂટલેગર અને તેના સાગરિતોએ યુવકની સરેઆમ હત્યા કરતા કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસર તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું સામે આવ્યું છે. બિલ્લો નામનાં બુટલેગર અને તેના સાગરિતોએ તલવાર અને પાઈપો વડે યુવક પર હુમલો કરી હત્યા કરી નાખી હતી. કાગડાપીઠ વિસ્તારમાં બૂટલેગર અને તેના સાગરિતોએ હત્યા કરતા પોલીસ દોડતી થઈ છે.
અગાઉ અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. બહેરામપુરા વિસ્તારમાં રહેતા રોનક સોલંકી નામના ૨૩ વર્ષીય યુવકની હત્યા કરાઈ હતી. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કુખ્યાત ગેમ્બલર મોન્ટુ નામદારે વર્ષ ૨૦૨૨માં હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. ત્યારે અસલાલી સર્કલ પાસે મોન્ટુ નામદારે કુદરતી હાજતે જવાનું બહાનું કાઢી પોલીસને માત આપી ફરાર થયો હતો. અમદાવાદ પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
આ પહેલા પણ અમદાવાદમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં રહેતા ભોપાલના ગરોડિયા ગામમાં એક નિર્જન જગ્યાએ ૬૫ વર્ષીય એનઆરઆઇ જમીન દલાલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જમીન દલાલનો ફોન સતત રણકતો હતો, જેથી માતાએ અમેરિકામાં રહેતા પુત્રને જાણ કરતાં તેણે ફાઇન્ડ માય લોકેશન પરથી સ્થળની માહિતી મેળવી માતાને જાણ કરી હતી. આ પછી માતા સહિત પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મૃતદેહ મળી આવ્યો હતો.