અમદાવાદમાં કાંકરિયા પાસે ડમ્પર દાનવ બન્યું છે. અકસ્માત  સર્જાતા મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં વધી રહેલા અકસ્માતો વચ્ચે વધુ એક ઘટના બની છે. ગઈકાલ રાત્રે કાંકરિયા  પાસે ડમ્પર ચાલકે એક એકટીવા ચલાવતી મહિલાને અડફેટે લેતા મહિલા ડમ્પર નીચે આવી જતાં ઈજાગ્રસ્ત થઈ હતી. જોકે બાદમાં મહિલાનું મોત  નિપજતાં પોલીસને તાત્કાલિક જાણ કરી દેવાઈ હતી. માહિતી મુજબ ડમ્પરચાલકને પોલીસને હવાલે કરી દેવાયો છે. મૃતક મહિલાના પરિવારમાં શોક છવાયો છે.

શહેરનાં શીલજ બોપલ બ્રિજ પર જઈ રહેલા એક બાઇક સવારને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે બાઇક સવારને ગંભીર ઇજાઓ થઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે લોકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘાટલોડિયાનો રહેવાસી ઉમંગ પટેલ જાયસ કેમ્પસમાં પટાવાળા તરીકે કામ કરતો હતો. અકસ્માત થયો ત્યારે તે તેની શીલજમાં રહેતી બહેન કૃપાએ ઉમંગ અને તેના માતાપિતા માટે ભોજન બનાવ્યું હતું. મૃતક બાઇક પર શીલજ જઈ રહ્યો હતો. ત્યારે બ્રિજ પર પહોંચતાની સાથે જ ઝડપથી આવતા ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે ઉમંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય રાહદારીઓએ ડમ્પર રોકી ચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપી દીધો હતો. બોપલ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.