આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ અમદાવાદની મુલાકાત લીધી અને એર ઇન્ડીયા વિમાન દુર્ઘટનામાં ઘાયલો અને મૃતકોના પરિવારોને મળ્યા. આ દરમિયાન, તેમણે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ મૃતકોને નમ્ર શ્રદ્ધાંજલિ પણ આપી. સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા બાદ આતિશીએ કહ્યું કે ડોક્ટરો પાસેથી આખી ઘટના સાંભળીને તેમનું હૃદય હચમચી ગયું.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ડોક્ટરો, વહીવટ, ફાયર સર્વિસ, સ્થાનિક રહેવાસીઓને મારા સલામ. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા માટે આગળ આવવું એ ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય છે. આમ આદમી પાર્ટીના તમામ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો વહીવટ, પરિવારો અને હોસ્પિટલને શક્્ય તેટલી મદદ કરવા માટે હાજર છે.
આ દરમિયાન, આતિશીએ કહ્યું કે અમદાવાદમાં એર ઈન્ડીયા વિમાન દુર્ઘટના એક હૃદયદ્રાવક અકસ્માત હતો. આજે અમે અહીં એવા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા આવ્યા છીએ જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જે પરિવારના સભ્યો ઘાયલ થયા છે. આ ઘટનામાં વિમાનમાં બેઠેલા ૨૪૧ લોકોના મોત થયા છે. જ્યાં વિમાન પડ્યું ત્યાં મેડિકલના વિદ્યાર્થીઓ અને ઘણા સ્થાનિક લોકો પણ મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બધા ઘાયલોની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતમાં ઘાયલ થયેલા ઘણા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘણા સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે, જેમની હજુ પણ સારવાર ચાલી રહી છે. ઘણા લોકો દાઝી ગયા છે, તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આતિશીએ કહ્યું કે આ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે. સમગ્ર દેશની સંવેદનાઓ આ બધા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આટલો મોટો અકસ્માત થયો છે અને ઘણા પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. વિજય રૂપાણી ગુજરાતના મહાન નેતા હતા. અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. વિજય રૂપાણીના અકાળ અવસાનથી પરિવાર ખૂબ જ શોકમાં છે. ઘટનાના દિવસથી જ આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ નેતાઓ અને કાર્યકરો વહીવટીતંત્રને દરેક શક્્ય રીતે મદદ કરવા માટે સતત ઉભા રહ્યા છે.
આપના કાર્યકરોએ ફાયર બ્રિગેડ ટીમને અને મૃતદેહને બહાર કાઢવામાં મદદ કરી. અમે વહીવટીતંત્ર અને સમગ્ર હોસ્પિટલ ટીમને ખાતરી આપી છે કે જા કોઈ મદદની જરૂર હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકરો હંમેશા દરેક શક્ય રીતે મદદ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે આ મામલાની યોગ્ય તપાસ થવી જાઈએ. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તપાસ પ્રક્રિયા પર ટિપ્પણી કરવી અમારા માટે યોગ્ય નથી.








































