અમદાવાદના મેધાણીનગરમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું અત્યાર સુધી ૨૩૪ લોકોના મોતની ખબર આવી છે. તો બીજી તરફ દુર્ઘટનામાં કોઈના બચવાની આશા નથી. ત્યારે આવામા વિમાનમાં બેસેલા લોકોના પરિવારજનો વિચલિત થઈ રહ્યાં છે પોતાના સ્વજન વિશે જાણવાની. પરિવારજનોને ખબર જ ન હતી કે આ છેલ્લુ ગુડબાય હશે, જેઓને હોંશે હોંશે એરપોર્ટ પર છોડ્યા તેમના મોતની ખબર આવી.
સૌથી મોટી ખબર એ છે કે આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત નિપજ્યું છે. આ દુર્ઘટના એટલી દુખદ છે કે, પ્લેન ક્રેશ પાસે ભયાવહ નજારો સર્જાયો છે. કારણ કે, આગથી બળેલો નજારો છે. ચારેતરફ ભયાવહ નજારો છે. આવા દ્રશ્યો અમદાવાદે ક્યારેય નથી જાયા. સિવિલ હોસ્પિટલમાં એટલા મૃતદેહો આવી રહ્યાં છે કે કફનો ખૂંટી પડ્યા છે, અમદાવાદ પ્લેન ક્રેશમાં ભડથું થયેલા મૃતદેહો ટુકડામાં પહોંચી રહ્યાં છે. હાલ સ્થિતિ એવી છે કે, મલાશ ઢાંકવા માટે કફનોનો થપ્પો લવાયો
વિમાન જ્યાં પડ્યુ તેની આસપાસનો મોટા ભાગનો વિસ્તાર આગમાં બળીને ખાખ થઈ ગયો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં ભયાનક મંજર છે. એક તરફ એક પછી એક મૃતદેહો આવી રહ્યા છે, તો બીજી તરફ, સતત હોસ્પિટલમાં લોકો અને સ્વજનોના ટોળા આવી રહ્યાં છે.
અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડીંગ પર પ્લેન પડ્યું, ત્યાંથી પણ મૃતદેહો નીકળી રહ્યાં છે. મેસમાં સ્ટુડન્ટ જમવા બેઠા હતા ને પ્લેન પડ્યું, થાળી મૂકીને ભાગ્યા, પૈડાં છતમાં ફસાઈ ગયા. બિલ્ડિંગ પર પડતાં જ આગનો ગોળો બની ગયું, ટેકઓફની ત્રીજી જ મિનિટે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. પ્લેનમાં કુલ ૨૪૨ પેસેન્જર્સ છે. જેમાં ૧૪ બાળક સહિત ૧૨૮ પુરુષો અને ૧૧૪ મહિલા સવાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત વિમાનની પૂંછડીનો ભાગ નીચે અથડાવાથી થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર વિમાનનું એન્જીન અચાનક ખરાબ થઈ ગયું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો.મેસર્સ એર ઇન્ડિયા બી૭૮૭ વિમાન વીટી એએનબી(અમદાવાદથી ગેટવિક જતું) અમદાવાદથી ઉડાન ભર્યા પછી ફ્લાઇટ એઆઇ-૧૭૧ તરત જ ક્રેશ થઈ હતી. વિમાનનું નેતૃત્વ કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કર્યું હતું. વિમાને અમદાવાદના રનવે ૨૩ પરથી ૧૩:૩૯ આઇએસટી વાગ્યે ઉડાન ભરી હતી. તેણે એટીસીને મેડે કોલ કર્યો, પરંતુ ત્યારબાદ એટીસી દ્વારા કરવામાં આવેલા કોલનો વિમાન તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.
ડો મીનાક્ષી પરીખે માહિતી આપી કે, પ્લેન ક્રેશ થયું એ સૌથી પહેલા મેસમાં થયું. અમને માહિતી મળી કે, તે સમયે ૬૦ થી ૮૦ વિધાર્થીઓ મેસમાં જમતા હતા. મેસમાં આગ લાગી ગઈ હતી. ધુમાડો એટલો હતો કે વિધાર્થીઓ જેટલા નીકળ્યા એટલા નીકળી શક્યા. બાકીના ૧૦ થી ૧૨ છોકરાઓ અંદર હતા જે નીકળી ના શક્યા. અંદાજે ૪ વિધાર્થીઓની મોત થઈ હોય તેવું લાગે છે. કોટ્‌સમાં પ્લેન અથડાયું છે. અમે દરેક ગ્રુપના લીડરને કોન્ટેક્ટ કરી રહ્યાં છે. કોણ મિસિંગ છે તે અંગે તપાસ કરી રહ્યા છે. હાલ ૫ જેટલા વિદ્યાર્થીઓ મિસિં છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટ આકાશમાં ઊંચે ઉડે તે પહેલા જ જમીન પર આવી પડ્યું હતું. વિમાન જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકયું હતું તે જમીનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈથી જરાક જ ઉપર પહોંચી શકયું હતું. આ પછી કોઈ કારણોથી તે ક્રેશ થઈ ગયું હતું.વિમાનમાં સવાર એક માત્ર મુસાફર જીવિત બચ્યા છે તેમનું નામ રમેશકુમાર વિશ્વાસકુમાર છે તેઓ ૧૧-એ બેઠક પર બેઠા હતાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અમદાવાદથી લંડન થઇ રહ્યાં હતાં
અમદાવાદ એરપોર્ટથી થોડા જ અંતર પર લંડન જતું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન હજુ ઊંચાઈ પકડે તે પહેલા નીચે પડ્યું હતું. ફ્લાઈટ રડાર ૨૪ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાનું એઆઇ ૧૭૧ વિમાન રનવે છોડ્યાની એક મિનિટ કરતા ઓછા સમયમાં ૬૨૫ ફૂટ ઉપર પહોંચ્યું હતું અને તેનું સિગ્નલ તૂટી ગયું હતું. સ્થાનિક સમય પ્રમાણે વિમાનનું સિગ્નલ ૧.૩૮ મિનિટે તૂટી ગયું હતું. આ વિમાન ૬૨૫ ફૂટ ઊંચું એટલે કે ૧૯૦.૫ મીટર ઊંચું ગયું હતું જે કેવડિયાના દુનિયાના સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૧૮૨ મીટરની ઊંચાઈની સરખામણીમાં જરાક જ ઊંચું ગયું હતું. સામાન્ય રીતે વિમાન રનવે છોડ્યા પછી ઉપરની તરફ જતું જાય છે પરંતુ આ દુર્ઘટનામાં વિમાન રનવે છોડ્યાની ક્ષણવારમાં ઉપર જવાના બદલે નીચે આવ્યું અને ક્રેશ થઈ ગયું હતું.
પ્રાથમિક માહિતી પ્રમાણે એર ઈન્ડિયાનું લંડન જતા આ વિમાનમાં ૨૩૦ મુસાફરો સહિત ક્રુ મેમ્બર્સ સાથે કુલ ૨૪૨ લોકો સવાર હતા. આ વિમાન તૂટી પડવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ૨૩ લોકોના મોત થયા છે, હજુ પણ મૃત્યુઆંકમાં વધારો થવાની સંભાવનાઓ જાવાઈ રહી છે.
અમદાવાદથી જે ઈન્ટરનેશનલ ફ્લાઈટે ઉડાણ ભરી હતી તે લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. વિમાન મેડિકલ સ્ટુડન્ટ્‌સની હોસ્ટેલ સાથે ટકરાયું હતું જેના કારણે આ ઘટનામાં અન્ય લોકોના મોત થયા હોવાની પણ સંભાવનાઓ જાવાઈ રહી છે.
વિમાન દુર્ઘટનાનું કારણ શું છે તે અંગે તપાસ કર્યા બાદ ખુલાસો થશે, આ કોઈ ટેÂક્નકલ ખામી હતી કે અન્ય કોઈ કારણ તે તપાસ બાદ બહાર આવશે. આ સાથે પાઈલટ દ્વારા કોઈ સંદેશ મળ્યો હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.
આ વિમાનનો કાટમાળ જે સ્થળ પર પડ્યો છે તેમાંથી કેટલોક ભાગ મેડિકલ સ્ટૂડન્ટ્‌સની હોસ્ટેલ સાથે અથડાયો તેના કારણે ત્યાં પણ ઘણું નુકસાન થયું છે. ઈમારતમાં કેટલીક જગ્યાએ છત તો કેટલીક જગ્યાએ દિવાલો તૂટી જવાની પણ ઘટના બની છે. આ પ્લેનમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું સામે આવ્યું હતું.ત્યારે પરિમલ નથવાણી તેમના મૃત્યુનો શોક વ્યક્ત કર્યો છે.
અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અવસાન વિશે જાણીને દુઃખ થયું. હું તેમને છેલ્લા ઘણા વર્ષોથી વ્યક્તિગત રીતે જાણતો હતો અને તેઓ ખૂબ જ સારા માણસ હતા. તેમની અકાળ વિદાય માટે મારી પાસે શબ્દો નથી. આ શોકના સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન દ્વારકાધીશ તેમને શાશ્વત શાંતિ આપે. ઓમ શાંતિ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે, “અમારા નેતા વિજય રૂપાણી આ જ ફ્લાઇટમાં પોતાના પરિવારને મળવના માટે જઈ રહ્યા હતા. તેઓ પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ભાજપ પરિવારને મોટી ખોટ પડી છે. દુર્ઘટના એટલી મોટી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પહોંચી રહ્યા છે.આ દરમિયાન, વિજય રૂપાણીની એક તસવીર પણ સામે આવી છે. જણાવી દઈએ કે, પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.