કોરોનાની ત્રીજી સંભવિત લહેર અને ઓમિક્રોનના ઓછાયાની વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં ડેન્ગ્યુના ત્રણ હજારથી વધુ તથા ચીકનગુનીયાના ૧૬૦૦થી પણ વધુ કેસ નોંધાતગ્શહેરીજનો મચ્છરજન્ય રોગચાળાના સકંજામાં આવી ગયા છે.શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદોને લઈ ઝાડા-ઉલ્ટી,ટાઈફોઈડ તેમજ કમળાના કેસ પણ ગત વર્ષની તુલનામાં બમણાથી પણ વધુ નોંધાવા પામ્યા છે.
અમદાવાદમાં ડીસેમ્બરના આરંભે ૪ ડીસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના ૪૪ અને ચીકનગુનીયાના ૩૨ કેસ નોંધાયા હતા.મેલેરીયાનો એકપણ કેસ ચાર દિવસમાં નોંધાયો ના હોવાનો મ્યુનિસિપલ તંત્રે દાવો કર્યો છે.ઝેરી મેલેરીયાનો એક કેસ નોંધાયો છે.પાણીજન્ય રોગમાં ડીસેમ્બરના ચાર દિવસમાં ટાઈફોઈડના ૬૮ કેસ, કમળાના ૫૩ કેસ અને ઝાડા ઉલ્ટીના ૨૫ કેસ નોંધાયા છે.ચાર દિવસમાં કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી.
જાન્યુઆરી-૨૦૨૦થી ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં શહેરમાં મેલેરીયાના ૬૧૮ કેસ નોંધાયા હતા.જાન્યુઆરી-૨૦૨૧થી ચાર ડીસેમ્બર-૨૦૨૧ સુધીમાં મેલેરીયાના ૯૭૯ કેસ નોંધાયા હતા.વર્ષ-૨૦૨૦માં ૧૨ મહિનામાં ઝેરી મેલેરીયાના ૬૪ કેસ નોંધાયા હતા.આ વર્ષે ચાર ડીસેમ્બર સુધીમાં ૧૩૧ કેસ નોંધાયા હતા.વર્ષ-૨૦૨૦માં ડેન્ગ્યુના ૪૩૨ કેસ નોંધાયા હતા.આ વર્ષે ચાર ડીસેમ્બર સુધીમાં ત્રણ હજાર કેસ નોંધાયા હતા.ગત વર્ષે ચીકનગુનીયાના કુલ ૯૨૩ કેસ નોંધાયા હતા.આ વર્ષે અત્યાર સુધીમાં ૧૬૩૦ કેસ નોંધાયા છે.પાણીજન્ય રોગમાં ગત વર્ષે ઝાડા-ઉલ્ટીના ૨૦૭૨ કેસ નોંધાયા હતા.આ વર્ષે ચાર ડીસેમ્બર સુધીમાં ૩૪૯૩ કેસ નોંધાયા હતા.વર્ષ-૨૦૨૦માં ટાઈફોઈડના ૧૩૩૮ કેસ નોંધાયા હતા.આ વર્ષે અત્યારસુધીમાં ૨૦૪૬ કેસ નોંધાયા છે.વર્ષ-૨૦૨૦માં કમળાના કુલ ૬૬૪ કેસ નોંધાયા હતા.આ વર્ષે ચાર ડીસેમ્બર સુધીમાં ૧૩૨૧ કેસ નોંધાયા છે.ગત વર્ષે ૧૨ મહિનામાં કોલેરાનો એક પણ કેસ નોંધાયો નહોતો.આ વર્ષે ચાર ડીસેમ્બર સુધીમાં કુલ ૬૪ કેસ નોંધાયા હતા.પાણીના ૧૭૮ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.જયારે ૨૦૨ પાણીના સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.