અમદાવાદમાં એકસાથે ૭૦૦ ટ્રાફિક બ્રિગેડના જવાનોને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.. જેને લઈને ટ્રાફિક બેડમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં રોડ પર ટ્રાફિક વ્યવસ્થાનું નિયંત્રણ કરવા માટે મોટા પાયે ટ્રાફિક બ્રિગેડના જવાનોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવતી હોય છે પરતું કેટલીક વાર આ જવાનો વધુ પૈસા કમાવવાની લાલાચમાં રાહદારીઓ પાસેથી ગેરકાયદેસર ચલણને બદલે પૈસાની ઉઘરાણી પણ કરતા હોય છે..
આવા કિસ્સામાં હવે ભ્રષ્ટાચાર અને ગરવર્તણૂંકની ઉઠેલી ફરિયાદનોને લઈને હવે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે..શહેરમાં એક સાથે ૭૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને છુટા કરી દેવામાં આવ્યા છે તેમની સામે ભ્રષ્ટ્રાચાર અને નાગરિકો સાથે ગેરવર્તણૂંકણની ફરિયાદ થતા તંત્રએ એક ઝાટકે તમામને છુટા કરી દીધા છે.. જા કે તંત્ર દ્વારા આગામી દિવસોમાં નવા ૭૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવશે તેવું જણાવાયું છે.. આ જવાનોને ૩ વર્ષના કોન્ટ્રોક્ટ પર લેવામાં આવશે…પરતું હાલ તંત્રએ ભ્રષ્ટાચારને ડામવા લીધા આ નિર્ણયને પગલે અન્ય ટ્રાફિક બ્રિગડના જવાનનો એક ચોક્કસ સકારાત્મક સંદેશ જરૂર ગયો છે જે બાદ હવે કર્મચારીઓ નિષ્ટાપુર્વક ફરજ બજાવતા થશે.