આવતીકાલે ઈદે મિલાદુન્નબીનો તહેવાર છે, જેને લઈને અમદાવાદ શહેરમાં તમામ તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. ૫ સપ્ટેમ્બરના દિવસે હઝરત મોહમ્મદ સાહેબની ૧૫૦૦મી જન્મ જયંતી નિમતે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે. ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટી દ્વારા ભાવે જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે.પરંપરાગત નીકળતા જુલુસની આગામી તૈયારી રૂપે કુરેશ હોલ ખાતે ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન તસનીમ આલમ તીરમીઝીના અધ્યક્ષ સ્થાને મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં હવેલી પોલીસ સ્ટેશનના  પીઆઇ તેમજ શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇએ કાર્યક્રમને અનુલક્ષી જુલુસમાં ઉત્સાહભેર ભાગ લેનારને માર્ગદર્શન આપ્યુ.ઈદ મિલાદ-ઉન-નબી સેન્ટ્રલ કમિટી અમદાવાદના અધ્યક્ષ તસ્નીમ આલમ બાબા તિર્મિઝીએ જણાવ્યું કે, ૫મી તારીખે ઈદ મિલાદ-ઉન-નબી (સ.અ.વ.) એટલે કે આપણા પ્રિય પયગંબર (સ.અ.વ.)નો જન્મ દિવસ છે. આ દિવસે દર વર્ષે અમદાવાદમાં જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, અને એક મોટી જુલુસ કાઢવામાં આવે છે.જે અમદાવાદના જમાલપુર થઈને મિર્ઝાપુરમાં સમાપ્ત થાય છે. દર વર્ષે, આ જુલુસ બપોરે ૩ વાગ્યે શરૂ થાય છે, અને સાંજે મિર્ઝાપુરમાં સમાપ્ત થાય છે. નાટક અને વક્તૃત્વ સ્પર્ધા પછી, વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે, અને જન્મજયંતિ ઉજવવામાં આવે છે.તસ્નીમ આલમ બાબા તિર્મિઝીએ જણાવ્યું કે, “અમે આ સંદર્ભમાં ફોર્મ પણ ભર્યા છે. ખાસ કરીને, જુલુસમાં કઈ વસ્તુઓ લઈ જવી જાઈએ. આ માટે, અમદાવાદના વિવિધ વિસ્તારોના લોકોએ ફોર્મ સબમિટ કર્યા છે. તેમાં ૧૧૦ ટ્રક, કાર અને ઘોડાનો સમાવેશ થશે. અમે આ રૂટ માટે પોલીસ પાસેથી પરવાનગી માંગી હતી અને પોલીસે અમને પરમિશન આપી છે. પોલીસે અમને તમામ પ્રકારનો સહયોગ આપ્યો છે, અને આ જુલુસ ખૂબ જ આકર્ષક અને ભવ્ય રીતે કાઢવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે, જુલુસમાં ડીજે પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે ઘણા લોકો ડીજેનો ઉપયોગ કરતા હતા, અને નાચતા-ગાતા જુલુસમાં પણ જતા હતા. અમે આ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે જુલુસ ફક્ત સામાન્ય રીતે નાત ખાવાની સાથે કાઢવામાં આવશે.જુલુસમાં કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાનો સમાવેશ કરવામાં આવશે નહીં. અમે આ સંદર્ભે અમદાવાદ કોર્પોરેશન પાસેથી પણ તમામ પ્રકારની પરવાનગી માંગી છે. તેમણે અમને રસ્તામાં તમામ પ્રકારના સહયોગનું વચન આપ્યું છે. અમે ઈદ મિલાદ-ઉન-નબી (સ.અ.વ.) ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ, અને બધી તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે.આ પ્રસંગે મ્યુ. કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, ઈરફાન બાવા ચિશ્તી, ઝાહીદહુસેન કાદરી, કુરેશ જમાતના પ્રમુખ મુનવ્વર હુસેન, મ્યુ.કાઉન્સીન્લર ઈકબાલ શેખ, મુસ્તાક ખાદીવાલા, ઇમ્તિયાજ શેખ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ માઇનોરીટીના વાઇસ ચેરમેન શાહનવાઝ શેખ, ઈકબાલ શેખ (એડવોકેટ), રઉફભાઈ બંગાલી સહિત ધાર્મિક તેમજ સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.