હવામાન વિભાગે મહ¥વની જોહેરાત કરી છે. જે પ્રમાણે આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. જેના પગલે અમદાવાદ શહેરમાં રેડ એલર્ડ આપવામાં આવ્યું છે. લોકોને કામ સિવાય ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેમાં પણ રેડ એલર્ટ આપવામાં આવતા આગામી બે દિવસ અમદાવાદ શહેર માટે મહત્વના બની રહેશે. અમદાવાદ શહેરમાં અમુક વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી જશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, ખેડા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જોમનગરમાં જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી બે દિવસ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય કોઈ બીમારીથી પીડિત હોય તેવા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત શરીરમાં પાણીની માત્રા જળવાય રહે તે માટે પૂરતું પ્રવાહી લેવું જોઈએ.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લા અને કંડલા ખાતે હિટવેવની શક્યતા છે. બીજી તરફ સુરતના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો શક્ય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહેલી મે બાદ તાપમાનમાં થોડો ઘટાડો શક્ય છે.