આમ તો સાબરમતી નદીને રિવર ફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ઓળખ બદલાઈ ગઈ છે. કારણ કે લોકો સાબરમતી નદીમાં ફરવા માટે આવે છે, પરંતુ કેટલાક લોકો મરવા પણ તૈયાર હોય છે. જેમાં આ વર્ષે ૧૦૮ લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. તે જ સમયે, ૨૭ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રેન્ડ અટક્યો નથી. એ પણ ચિંતાનો વિષય છે કે છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૦૦થી વધુ કોલ આવ્યા હતા. જેમાંથી ૭૦૦થી વધુ લોકોના મોત થયા છે. અને ૨૦૦ જેટલા લોકોને બચાવી લેવાયા હતા. જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. અને એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે.
ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર, મૃત્યુ પાછળના મોટાભાગના કારણો ઘરેલું વિખવાદ, આર્થિક તંગી અને પ્રેમ પ્રકરણના કારણે લોકોના જીવન ટૂંકાવી લેવાના કારણે સામે આવ્યા છે. જાકે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે આ વર્ષે સાબરમતી નદીમાં ૨૭ લોકોને જીવતા બચાવ્યા છે. પરંતુ આ વર્ષે મૃત્યુઆંકમાં કોઈ ફેરફાર ન થયો તે ચિંતાનો વિષય બન્યો છે.