કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી ગુજરાતમાં થઇ ગઇ છે, રાજ્યામાં કોરોનાના કેસ પણ વધી રહ્યા ચે, ઓમિક્રોનના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે તે એક ચિંતાજનક બાબત છે,અમદાવાદ ,જામનગર,રાજકોટ,અને ગાંધીનગરમાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત કોરોનાના કેસમાં પણ ગુજરાતમાં ઉછાળો જાવા મળ્યો છે.
અમદાવાદની શાળામાં વધી રહ્યા છે કોરોનાના કેસ.જેના લીધે શિક્ષણ વિબાગ એલર્ટ થઇ ગયું છે. આ મામલે તંત્રએ તમામ સ્કૂલોને આપી સૂચના શિક્ષકોએ રસીના બે ડોઝ લઇ લેવા અનિવાર્ય છે. જા શાળામાં વિધાર્થીને કોરોનાના લક્ષણો જાવાય તો સત્વેર આરોગ્ય કેન્દ્ર કે શિક્ષણ અધિકારીને જાણ કરી દેવા સૂચન કર્યું છે. આ ઉપરાત સૂચનમાં વાલીઓને પણ કહેવામાં આવ્યું છે. જા બોળકને લક્ષણ જાવાય તો બાળકને શાળામાં ન મોકલવાની વાત કહેવામાં આવી છે. તમામ શાળાઓએ ઓફલાઇન સાથે ઓનલાઇન શિક્ષણ ફરજિયાત રાખવું પડશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જાવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જાવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જાવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૧ કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં ૧૮ કેસ વડોદરામાં ૧૦ કોરોનાના કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે,છેલ્લા ૨૪ કલાકમાં ૫૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે .ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૭૧ને પાર થઇ છે,કુલ કોરોનાના કેસની સંખ્યા ૮,૨૮,૦૫૬છે અને રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા ૮,૧૭,૮૭૪થઇ છે.