ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું જાહેર થયું છે. આ વર્ષે ૮૭.૫૬ ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ પરિણામમાં ૧૮ ટકાનો વધારો આવ્યો છે.બોર્ડના અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ કરીને સફળતા મેળવી છે. ત્યારે અમદાવાદની રિયાએ ૯૩ ટકા સાથે એ ૧ ગ્રેડ મેળવ્યો ત્યારે તેના માતાપિતાની ખુશીનો પાર રહ્યો ન હતો. તેના માતાપિતાએ ઈશારાથી દીકરીની ખુશી વ્યક્ત કરી હતી. કારણ કે, તેના માતાપિતા મૂકબધિર છે.
અમદાવાદની રિયાએ અન્ય વિદ્યાર્થીઓ માટે મોટો દાખલો બેસાડ્યો છે. રિયાએ ધોરણ-૧૦માં ૯૩ ટકા સાથે એ ૧ ગ્રેડ મેળવ્યો છે. અથાગ પરિશ્રમ સાથે તેનો સંઘર્ષ પણ ખૂબ રહ્યો છે. રિયાના માતા પિતા મૂકબધિર છે. જ્યારે દીકરીનું પરિણામ આવ્યું તો તેના માતાપિતાની ખુશીઓનો પાર ન રહ્યો. મૂકબધિર માતાપિતાએ ઈશારામાં દીકરીની સફળતાને બિરદાવી હતી. રિયાનો સંઘર્ષ ઓછો ન હતો. જ્યાં અન્ય બાળકો સ્કૂલ વાનમાં શાળાએ જાય છે, ત્યાં નરોડા વિસ્તારમાં રહેતી રીયા શાહીબાગમા આવેલી તેની શાળાએ નરોડાથી રોજ એએમટીએસમા મુસાફરી કરીને શાળાએ જતી હતી. આગળ ઝ્રછ થઇ માતાપિતાના સપનાઓ પુરા કરવાનું રીયાનું સપનું છે.
ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓએ મહેનત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે. અમદાવાદમાં પ્લાસ્ટિકની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા પિતાની દીકરીએ એ૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદની યશ્વી રાઠોડે ૯૪ ટકા મેળવ્યા છે. યશ્વીના પિતા પ્લાસ્ટિકની દુકાનમાં સેલ્સમેન છે. યશ્વી રાઠોડે સોશિયલ મીડિયાથી દૂર રહી સફળતા મેળવી છે.
અમદાવાદમાં પટાવાળાની ફરજ બજાવતા માતાની દીકરીનું ઝળહળતું પરિણામ આવ્યું છે. સુરેખાબેન બારૈયાની દીકરી ધ્વનિએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. ધ્વનિએ અથાક પરિશ્રમથી ૯૪ ટકા મેળવ્યા છે. ધ્વનિને ભવિષ્યમાં ડાક્ટર બનવાની ઈચ્છા છે.