અમદાવાદના અસારવા સિવિલના પા‹કગમાં ખૂની ખેલ ખેલાયો છે. એક યુવકને ચાલીમાં કેમ આવ્યો છે કહીને રહેંસી નાખવામાં આવ્યો હતો. તલવારના ઘા ઝીંકી સુરેશ ભીલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. ભાવેશ, મેહુલ અને કરણ નામના આરોપીએ હત્યા કરી હતી. શાહીબાગ પોલીસની હત્યારાઓને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી હતી. શાહીબાગ પોલીસની હત્યારાઓને ઝડપવા તપાસ શરૂ થઈ છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. પોલીસનું માનવું છે કે આરોપી હજી પણ શહેર છોડીને ગયો હોય તેવી સંભાવના ઘણી ઓછી છે. પોલીસે મૃતકનો મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો છે અને ફોરેÂન્સક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસનું માનવું છે કે મોબાઇલ ફોનમાંથી આખા બનાવ અંગે મહત્વની કડી સાંપડી શકે છે.તેની સાથે પોલીસને ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ પણ ખંગાળવા માંડ્યા છે. નજીકના સીસીટીવી ફૂટેજમાંથી પણ આરોપીને લગતી કડી મળી જાય તેવો પોલીસને આશાવાદ છે. પોલીસે ચાર રસ્તા પરના અને નજીકના દુકાનોના તથા નજીકના સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું શરૂ કરી દીધું છે. તેથી આગામી દિવસોમાં આ સીસીટીવી ફૂટેજ પોલીસે હત્યાના આ કેસમાં મહત્વની કડી પૂરી પાડી શકે છે.આ આખી ઘટના બતાવે છે કે અમદાવાદ ધીમે-ધીમે કેવી રીતે ક્રાઇમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યુ છે. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કેવી નાની સરખી વાતમાં રહેંસી નાખે છે. પોલીસનું પણ માનવું છે કે ચાલમાં કોઈ કેમ ઘૂસ્યો તે જ કારણે હત્યા થાય તે માનવું અઘરું છે. આની પાછળ બીજું કંઈ કારણ પણ હોઈ શકે છે. તેથી જ ઘટનાની તલસ્પર્શી તપાસ જરૂરી છે.
પોલીસ આ કેસમાં અંગત અદાવત, આડાસંબંધ, છેતરપિંડી, દગો, વ્યાજખોરોની માથાકૂટ, કૌટુંબિક પ્રશ્નો જેવા બધા જ એન્ગલ ચકાસીને આ કેસની તપાસ કરી રહી છે. પોલીસને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં તેને મૃતકના મોબાઇલ ફોનમાંથી અને સીસીટીવી ફૂટેજમાં ચોક્કસ મહ¥વની કડી મળશે.








































