છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં આઇઇડી પ્લાન્ટ કરાવ્યું હતું.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં વિસ્ફોટ થયાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્સલમાં બેટરી ફાટતાં બે લોકો ઘાયલ થયા છે. માહિતી મુજબ પાર્સલ લાવનાર વ્યક્તિ અને તેને મેળવનાર વ્યક્તિ ઘાયલ થયા છે. જા કે, પોલીસે પાર્સલ વિસ્ફોટ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના પાર્સલમાં વિસ્ફોટ થયો છે. જ્યારે આ ઘટનામાં બે લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી મુજબ, પાર્સલમાં બેટરી હતી અને તેમાં વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી રહી છે. હવે ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પાર્સલમાં થયેલા બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્લાસ્ટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટ છૂટાછેડાની અદાવત રાખીને કરવામાં આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. તેની તપાસ માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ, જાણવા મળ્યું છે કે પાર્સલમાં બેટરી ફાટવાને કારણે બે લોકો ઘાયલ થયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાર્સલ લાવનાર વ્યક્તિ અને તેને મેળવનાર વ્યÂક્ત ઘાયલ થયા છે. જાકે, પોલીસે પાર્સલ બ્લાસ્ટ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.આ બ્લાસ્ટ પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી છે. છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં આઇઇડી પ્લાન્ટ કરાવ્યું હતું. પાર્સલ ખોલનાર લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનામાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમા એકની હાલત ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બળદેવભાઈના ઘરમાં આવેલા એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. રિક્ષામાં ત્રણ ઈસમો આવ્યા હતા. રિક્ષામાંથી રોમિોટનું બટન દબાવ્યા બાદ બ્લાસ્ટ થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.આ કેસમાં ગૌરવ ગઢવી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો પ્રાથમિક તપાસમાં રોહન રાવલે પાર્સલ મોકલ્યું હોવાની માહિતી મળી છે.
ઘટના વિશે બળદેવભાઈના ઈજાગ્રસ્તના પુત્ર કમલ સુખડીયાએ જણાવ્યું કે, હું અને મારા પત્ની નોકરી પર હતા. મમ્મીનો કોલ આવ્યો કે કોઇ ઇસમ ઘરે બોમ્બ લઇને આવ્યો છે. બોમ્બમાં વિસ્ફોટ થતાં મારા કાકા, તેનો દીકરો અને મારા પપ્પાને ઇજા પહોંચી છે. એક વ્યક્તિ પાર્સલ લઇને આવ્યો અને બે ઇસમો બહાર રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં બેઠેલા વ્યÂક્તના હાથ રિમોટ હતું અને તેનું બટન દબાવ્યુ અને બ્લાસ્ટ થયો હતો. કોઇએ બદઇરાદે આ કાવતરૂ કર્યુ છે.
આ બ્લાસ્ટ રૂપેણ બારોટે કરાવ્યો હોવાની માહિતી સામે આવી છે. માહિતી અનુસાર, રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. જે મહિલા સાથે છુટાછેડા થયા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી. રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે. ત્યારે છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવવા માટે પાર્સલ મોકલ્યું. રૂપેણ બારોટે બ્લાસ્ટ કરવા માટે ગૌરવ અને અન્ય બે લોકોને મોકલ્યા હતા.