અમદાવાદના વેજલપુર, સરખેજ જુહાપુરા રોડ પર યુનિક એપાર્ટમેન્ટની સામે જુહાપુરા ચાર રસ્તા પાસેથી રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી લીધા હતા.તપાસ કરતા તેમની પાસેથી રૂ.૭.૫૦,૮૦૦ ની કિંમતનો મફેડ્રોનનો ૭૫.૦૮૦ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્‌ગર્સનો જથ્થો ,બે મોબાઈલ, રૂ.૬,૦૦૦ રોકડા અને રિક્ષા મળીને કુલ રૂ. ૯,૧૬,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ કેસમાં જુહાપુરામાં મક્કાનગરમાં રહેતા જાવેદ જે.મેમણ, જુહાપુરામાં કાજલ પાર્કમાં રહેતા સાહિલ એચ.મલાની અને જુહાપુરામાં કાજલ પાર્કમાં રહેતા વસીમ મોહ્મ્‌મદ એચ.કાપડીયાની ધરપકડ કરી હતી. જ્યારે ડ્રગ્સનો જથ્થો મોકલનારા બે ફરાર શખ્સોની શોધ હાથ ધરી છે.