અમદાવાદની એક શાળામાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લો ગાર્ડન નજીક આવેલી એક શાળામાંથી આ છોકરીઓ ગુમ થઈ ગઈ છે. આ છોકરીઓ સમર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે છોકરીઓ ગુમ છે. એલિસબ્રિજ પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે. પરિમલ ગાર્ડન સુધી બંને છોકરીઓ સ્કૂલ યુનિફોર્મમાં જાવા મળી હતી. બંને છોકરીઓ ૧૬ વર્ષની છે.
લો-ગાર્ડન નજીક આવેલી એક શાળામાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે સવારે શાળાએ પહોંચ્યા પછી તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા. બંને છોકરીઓ સમર્થ સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. શાળાની અન્ય વિદ્યાર્થિનીઓએ શિક્ષકને જણાવ્યું હતું કે છોકરીઓ ક્યાંક ગઈ છે.
શાળાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે છોકરીઓ કેમ્પસમાંથી જ ગુમ થઈ ગઈ હતી. બે છોકરીઓ ગુમ થયા બાદ, માતા-પિતાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એલિસબ્રિજ પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે