અમદાવાદના વાતાવરણમાં ગઇકાલે સાંજે અચાનક પલ્ટો આવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. પવનની સાથે-સાથે ધૂળ અને માટીની ડમરીઓ ઉડી હતી. અમદાવાદ ગ્રામ્ય અને ઓઢવમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં પણ ભારે વંટોળની સાથે વરસાદ પડ્યા હોવાના અહેવાલ છે.
અમદાવાદના બોપલ-ઘુમા, ઇસ્કોન, સોલા, ડ્રાઇવઇન-, અંજલિ ચારરસ્તા સહિતના વિસ્તારો વરસાદના કારણે પાણીથી તરબોળ થઈ ગયા હતા. કેટલાય સ્થળોએ ટુ-વ્હીલરચાલકો પણ લપસી પડ્યા હોવાના અહેવાલ છે. ભારે વરસાદ અને વાવાઝોડાના લીધે પીએમ મોદીના સ્વાગતમાં લગાવવામાં આવેલો મંડપ તૂટી ગયો હતો, ભાજપના બેનરો ઉખડી ગયા હતા. ઓપરેશન સિંદૂરના જે બેનરો લગાવાયા હતા. તે ઉખડી ગયા હતા.
અમદાવાદમાં વંટોળ સાથે વરસાદ પડવાના પગલે કેટલાય વિસ્તારોમાં લાઇટો બંધ થઈ ગઈ છે. સ્ટ્રીટ લાઇટો તો જાણે બંધ થવા માટે રાહ જ જાતી હોય તેમ જરા વરસાદ પડેને બંધ થઈ જાય છે. શહેરનો મોટો હિસ્સો પહેલાં જ વરસાદમાં જાણે અંધારામાં ડૂબી ગયો હોય તેમ લાગે છે. અમદાવાદના ક્રીમ વિસ્તાર કહેવાતા બોપલ અને ઘુમા થોડા જ વરસાદમાં અંધારામાં ડૂબી ગયા છે.નદીપારના વાડજ,નિર્ણયનગર રાણીપ ન્યુરાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને રાત્રે વરસાદ પડયો હતો હજી તો ચોમાસુ આવ્યા પહેલાં આ સ્થિતિ છે, તો ચોમાસુ આવ્યા પછી શું સ્થિતિ હશે તે કલ્પના કરવી રહી. હજી તો કેટલાય સ્થળોએ સ્થળોએ ખાલી ઝાપટા પડ્યા તેમા તો છલોછલ પાણી ભરાઈ ગયા અને લાઇટ જતી રહી. હવે તંત્ર વરસાદનો સામનો કરવા આગામી દિવસોમાં કયા પ્રકારનો એકશન પ્લાન અમલમાં બનાવશે તે જાવાનું રહે છે. થોડા ગણા વરસાદમાં પણ જા તંત્રની કામગીરી જવાબ દઈ જતી હોય તો આગામી દિવસોમાં ચોમાસાની સીઝનમાં શું-શું થશે તેની કલ્પના કરવી રહી.










































