છેલ્લા ઘણા સમયથી ગુજરાત ડ્રગ્સ મામલે હોટ સ્પોટ બન્યો છે. અવાર નવાર ચરસ,ડ્રગ્સ,હેરોઇન, સહિત અનેક પ્રકારના નશીલા પદાર્થો પકડાયે છે આજે ફરી એકવાર અમદાવાદમાંથી ચરસ પકડાયો છે.મેટ્રો સીટી અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બે કાશ્મીરી યુવકો ચરસ સાથે ઝડપાયા છે.સરખેજ પોલીસે આ કાશ્મીરના બે યુવકો પાસેથી ૯૯૦ ગ્રામ ચરસ જપ્ત કર્યું છે.આ ચરસની બજાર કિમત દોઢ લાખથી વધુ છે. ,પોલીસે હાલ બન્ને યુવકોને ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ કાશ્મીરી યુવકો સ્થાનિક લોકો સાથે કેટલા સમયમાં સંપર્કમાં હતા અને કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે હાલ બન્ને યુવકોને પકડ્યા છે