અમદાવાદના પાલડીમાં ધોળે દહાડે લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ બનાવની વિગત મુજબ પાલડીમાં આંગડીયા પેઢીનો કર્મચારી નાણાં લઈને જઈ રહ્યો હતો ત્યારે લૂંટનો બનાવ બન્યો હતો.
જેમાં રામબાદ ફાટક પાસે આરોપીએ આંગડીયા પેઢીના કર્મચારીને વાહન સરખુ ચલાવો કહીને રકઝક કરી હતી.ત્યારબાદ કર્મચારીની ૧૫ લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તે સિવાય પોલીસે બનાવની આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂંટેજ મેળવીને તેને આધારે તપાસ હાથ ધરી છે.