અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક પરિવાર બાળકો સાથે દીવનાં પર્યટન સ્થળો ફરીને પરત જવા નીકળતો હતો ત્યારે ડ્રાઈવરની બેદરકારીનાં કારણે અલ્ટો કાર એહમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક આવેલા નગીનાનાં ઢોળાવ પાસે ખેતરમાં ફંગોળાઈ જતાં કારમાં સવાર ૭ લોકો પૈકી નાનાં બાળકો સહિત પાંચને નાની મોટી ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિકોએ દોડી આવી કારમાં બેઠેલા લોકોને બહાર કાઢી ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.