અમદાવાદમાં મોડી રાત્રે અકસ્માતમાં એકનું મોત થયું છે. નિકોલ વિસ્તારની કાનબા હોસ્પિટલ પાસે અકસ્માત થયો છે. કારચાલકે બેફામ કાર હંકારતા એકને કચડી નાખી છે. અબજીબાપા ગ્રીન્સના મુખ્ય દ્વાર પર લીધા પર અડફેટે લીધા છે. કારની ટક્કરથી ૫૫ વર્ષીય મહિલાનું મોત થયું છે. મૃતક મહિલા સાથેના બાળકને પણ ગંભીર ઇજા થઈ છે. મૃતક મહિલા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત કરનાર આરોપીને પકડીને કાર્યવાહી કરી છે.
કાર ધડાકા સાથે અથડાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મૃતક મહિલા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટક્કર મારના કારચાલક ચિરાગ સોની પોલીસના સકંજામાં આવ્યા છે. પોલીસે કસૂરવાર આરોપી ચિરાગને પકડીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આરોપી નશામાં હતાં કે નહી તે ચકાસવાની છે. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ છે કે નહીં તેની ચકાસણી કરશે. આ માટે આરોપીના નમૂના પણ ફોરેન્સિકમાં પરીક્ષણ માટે મોકલાશે. પોલીસે મૃતક મહિલાનો દેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમનું પરિણામ આવ્યા પછી મૃત્યુ પાછળના કારણોની વિગતવાર ખબર પડશે.