અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા વેપારી કાર લઈને અમરેલી આવ્યા હતા. આ દરમિયાન લાઠી બાયપાસ ચોકડી પાસે ગુરૂદત્ત પેટ્રલપંપ થી નાના મુંજીયાસર ગામ સુધી તેમની કારમાંથી રોકડ, ઘરેણા મળી કુલ ૨.૫૯ લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ બનાવ અંગે ધર્મેશભાઈ મનસુખભાઈ ગોંડલીયા (ઉ.વ.૩૧)એ અજાણ્યા ઈસમ અથવા શકદાર તરીકે મોટા મુંજીયાસરના રહેવાસી અને હાલ અમદાવાદમાં રહેતા વિજયભાઈ ભટ્ટી સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ૦૯/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૦૬.૩૦ થી ૦૭.૩૦ દરમિયાન અમરેલી લાઠી બાયપાસ ચોકડી પાસે ગુરૂદત્ત પેટ્રલપંપ થી નાના મુંજીયાસર ગામ સુધી કોઇ પણ જગ્યાએ ફોરવ્હીલમાં ડ્રાઇવર સીટની બાજુની સીટના પાછળના કવરખાનામાં રહેલ લેડીઝ પર્સ/પાકીટ જેમાં હવનનાં પ્રસાદ તરીકે રૂ.૫૧,૦૦૦ રોકડા, રૂ.૧૦/-ના દરની ચલણી નોટનુ નવુ બન્ડલ, સોનાની વિટી નંગ ૨, સોનાનો ચેઇન પેન્ડલ, સોનાની લક્કી, આઇફોન મોબાઇલ ચાર્જર સહીત રૂ.૨,૫૯,૦૦૦ ની કિંમતની ચીજ-વસ્તુની ફોરવ્હીલ કારના વર્ધીના ડ્રાઇવર શકદાર અથવા કોઈ અજાણ્યો માણસ ચોરી કરી લઇ ગયો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એચ.ટી.જીંજાળા વધુ તપાસ કરી રહ્યા છે.