અમદાવાદ શહેરના નારોલ શાહવાડી વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટમાં સ્ટેબિકોન વિટામીન ફાર્મા ફેક્ટરીમાં રાત્રે બોઇલર ફાટવાની ઘટના બની હતી જેના કારણે આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચથી વધુ ગાડીઓ અને ત્રણથી ચાર ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બોઇલર ફાટતા ફેક્ટરીના માલિક સહિત છ લોકોને ઇજા થઈ હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.