ગુજરાતમાં અનેક વાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાને લઈ જતા પશુઓને બચાવવા આવેલા ગૌ રક્ષક દ્વારા રોકવામાં આવતા બંન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.  ગેરકાયદેસર કતલખાને લઈ જતા પશુઓને બચાવવા જતા બંન્ને જૂથ વચ્ચે અથડામણ થયું હતુ. પશુઓને લઈ જતા ૨ વાહનોને રોકતા મામલો બિચક્યો હતો.

૨ જૂથ આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ બંન્ને જૂથને પોલીસે સમજાવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને ટ્રાફિક જામ પણ દૂર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં રાત્રીના સમયે ગેરકાયદેસર કતલખાનામાં પશુઓને લઈ જતા ગૌ રક્ષક દ્વારા રોકવામાં આવતા બબાલ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમટ્યાં હતા. જેના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.