શહેરના દરિયાપુર વિસ્તારમાં ટોરેન્ટ પાવરનું વીજ ચેકિંગનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. દરિયાપુર વિસ્તારની તંબુ ચોકી નજીક નગીના પોળ પાસે પથ્થરમારો થયે છે. જમાં ટોરેન્ટ પાવરના ૪ કર્મીઓ અને ૪ પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર છે. સમગ્ર બનાવમાં પોલીસે જવાબદારો સામે ગુનો નોંધીને કોર્યવાહી કરવા પ્રયાસ શરૂ કર્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની જોણ ટોરેન્ટ વિભાગને થઇ હતી. ટોરેન્ટ પાવરે આ વિસ્તારમાં વીજચોરી માટે સર્ચ ઓપરેશન કરવા માટે પોલીસની મદદ પણ મંગાઈ હતી. જેથી દરિયાપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ખડકાયો હતો.જેમા ૧ ડીસીબી,બે એસીપી અને એક પીઆઇ સહિત ૨૦૦ પોલીસનો કાફલો રેડમાં સામેલ થયો હતો. ટોરેન્ટ પાવરમાં ૨૦ અધિકરી સહિત ૧૫૦થી વધારે કર્મચારીઓ દ્વારા અહીં દરોડા પાડવાની કવાયત હાથ ધરાઈ હતી.પોલીસ પર હુમલો થવાની જોણ થતા અન્ય પોલીસની ટીમ બનાવના સ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી છે.