રાજ્યમાં અવાર નવાર જમીનને લઈ હત્યા, ફાયરીંગ તેમજ મારામારીનાં બનાવો પોલીસ ચોંપડે નોંધાતા હોય છે. અમદાવાદનાં ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે જમીન લે વેચનાં વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવતે ગરીબ લારીવાળા રસ્તા પર આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે ફાયરીંગ કર્યા બાદ આરોપી હરિસિંગ ચંપાવત ફરાર થઈ ગયો હતો. ત્યારે આ બાબતે ચાંદખેડા પોલીસે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચાંદખેડા તપોવન સર્કલ પાસે અચાનક જ બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનાં બનતા આજુબાજુનાં વેપારીઓ તેમજ વાહન ચાલકોમાં થોડા સમય માટે ભય વ્યાપી જવા પામ્યો હતો. આ અંગેની જાણ ચાંદખેડા પોલીસને થતા તાત્કાલી પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી શા મામલે ફાયરીંગ કરવામાં આવ્યું. ત્યારે સદનસીબે ફાયરીંગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે હાલ તો ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ત્યારે જમીન લે-વેચનાં ધંધા સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવત હવામાં ફાયરીંગ કર્યા બાદ જ્યારે ગાડીમાં પરત બેસી રહ્યા હતા. તે દરમ્યાન પાછળથી એક શખ્શ દ્વારા તેમની ગાડી પર પથ્થર પણ ફેંકવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હાલ પણ લોકોમાં અનેક તર્ક વીતર્ક જાવા મળી રહ્યા છે.