અમદાવાદના ચાંદખેડામાં એક શખ્સ ક્રેટા કારમાં દારૂનો જથ્થો લઈને જતો હોવાની માહિતીને આધારે પોલીસે જાળ બિછાવીને તેને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને બિયરનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. ૮.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ એન.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે માહિતીને આધારે ચાંદખેડામાં એસ.પી.રિંગ રોડ, હોટેલ હિલ્લોકની સામે જાળ બિછાવી હતી. જેમાં હુન્ડાઈ ક્રેટા કાર અટકાવીને પોલીસે તપાસ કરી હતી. જેમાં કારમાંથી દારૂનો જથ્થો અને ૩૨૪ બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે રૂ.૨,૫૫,૧૨૦નો દારૂ બિયરનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. ૮,૬૧,૧૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે પાટણના સિધ્ધપુરના ખોલવાડા ગામમાં રહેતા મોહન એસ.સેનમા (૩૩)ની ધરપકડ કરી હતી.









































