અમદાવાદના ખાડિયા વોર્ડમાં આ વખતે ચોંકાવનારો રાજકીય ફેરફાર જાવા મળ્યો છે. ભારતીય રાષ્ટÙીય કોંગ્રેસએ પહેલીવાર અહીં ભવ્ય જીત નોંધાવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને પરંપરાગત ગઢમાં ઝટકો લાગ્યો છે. આ પરિણામે શહેરના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
અમદાવાદ મહાનગરપાલિકાની તાજી ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. ખાસ કરીને ખાડિયા વોર્ડમાં પહેલીવાર ભારતીય રાષ્ટÙીય કોંગ્રેસે ભવ્ય જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો છે. આ વોર્ડ પર લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહ્યું હતું, પરંતુ આ વખતે મતદાતાઓએ બદલાવનો સંદેશ આપ્યો છે.
ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે. ધ્રુવ કલાપી, બિરજુ ઠક્કર, મીનાબેન નાયક અને ઇલિયાસ પઠાણે જીત મેળવી છે, જેના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે ખાડિયા વિસ્તાર પરંપરાગત રીતે ભાજપનો ગઢ માનવામાં આવતો હતો તેથી અહીં કોંગ્રેસની જીતને રાજકીય દ્રષ્ટિએ મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.
આ ચૂંટણી માટે મતગણતરી શહેરના ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી રહી છે. કુલ ૪૮ વોર્ડ માટે થયેલા મતદાનના પરિણામો જાહેર થઈ રહ્યા છે અને અનેક જગ્યાએ રસપ્રદ ટક્કર જાવા મળી રહી છે. ખાડિયાના પરિણામે સમગ્ર શહેરનું રાજકીય સમીકરણ ચર્ચામાં આવ્યું છે.
વિશ્લેષકોના મત મુજબ સ્થાનિક મુદ્દાઓ, નાગરિક સુવિધાઓ અંગેની અસંતોષની લાગણી અને ઉમેદવારોની વ્યક્તિગત પહોંચ જેવા પરિબળોએ આ પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવી હોઈ શકે છે. ખાડિયા વિસ્તારમાં ટ્રાફિક, સફાઈ અને જૂની વસાહતોના વિકાસ જેવા મુદ્દાઓ લાંબા સમયથી ઉઠતા રહ્યા હતા જેની અસર મતદાન પર જાવા મળી હોવાનું માનવામાં આવે છે.
આ જીત કોંગ્રેસ માટે માત્ર એક વોર્ડની સફળતા નથી પરંતુ શહેરના રાજકારણમાં નવી દિશા દર્શાવતો સંકેત પણ છે. બીજી તરફ ભાજપ માટે આ પરિણામ એક ચેતવણીરૂપ બની શકે છે કે પરંપરાગત ગઢોમાં પણ હવે પડકાર ઊભો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં આ પરિણામોના રાજકીય અર્થઘટન વધુ સ્પષ્ટ બનશે.