શહેરમાં દિવસેને દિવસે લૂંટ, હત્યા આપઘાત સહિતની ઘટનાઓમાં સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર પોલીસને ચેલેન્જ આપતી ઘટના ઓઢવ વિસ્તારમાંથી સામે આવી છે. ઓઢવમાં ધોળા દિવસે આંગડીયા પેઢીમાં ૫૦ લાખની લૂંટ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ પીએમ આંગડીયા પેઢીમાં બે બાઈક સવારોએ ધોળા દિવસે ઘૂસી ૫૦ લાખની લૂંટ ચલાવતા પુરા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી છે.પીએમ આંગડીયા પેઢીમાં કર્મચારી રોજની જેમ પોતાનું કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક બે લોકો પેઢીમાં ઘુસી આવ્યા અને ફિલ્મી ઢબે બંદુક બતાવી બધા પૈસા બેગમાં ભરવા કર્મચારીઓને કહી દીધુ, ગભરાયેલા કર્મચારીઓએ લૂટારૂઓને ૫૦ લાખ રૂપિયા આપી દીધા, જે લઈ લૂટારૂ બાઈક પર સવાર થઈ ફરાર થઈ ગયા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને તપાસમાં લાગી ગઈ હતી.
ઓઢવ વિસ્તારમા છોટાલાલની ચાલી પાસે આવેલ પીએમ એન્ટરપ્રાઇઝ માં આજે બે ભાગીદાર અને બે કર્મચારી એમ ચાર લોકો હાજર હતા તે દરમિયાન પાંચ જેટલા લૂંટારૂઓ આવ્યા હતા જેમાં ચાર લૂંટારૂઓએ આંગડિયા પેઢીમાં પ્રવેશ કર્યો હતો. જેમાંથી એક લૂંટારું પાસે રિવોલ્વર જેવું હથિયાર હતું જેણે આંગડિયા પેઢીના કર્મચારીઓને ધમકાવીને તેઓની પાસે રહેલ રૂપિયા આપી દેવા માટે કહ્યું હતું. આંગડિયા પેઢીના કર્મચારીઓ એ તેમની પાસે લગભગ રૂપિયા ૫૩ લાખ આપતા જ લૂંટારું ઓ આંગડિયા પેઢી ના તમામ દરવાજા બહાર થી બંધ કરીને કર્મચારી ઓને બંધક બનાવી ને ફરાર થઈ ગયા હતા. જો કે ફરાર થવાની ઉતાવળ માં એક લૂંટારું બાઈક મૂકી ને પલાયન થઈ ગયો હતો. જે બાઈક પોલીસ એ કબ્જે કર્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટનો મામલો સામે આવતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં બે લૂટારૂઓ દેખાય છે. પોલીસે સીસીટીવીના આધારે લૂટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.