અમદાવાદ સિટીના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી ૨૩ વર્ષીય મહિલાને કોડીનાર પોલીસે કોડીનાર તાલુકાના કંટાળા ગામેથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. ઘટનાની વિગત મુજબ, અમદાવાદના ઓઢવ જનતાનગર વિસ્તારમાં રહેતા નિકિતાબેન ગત તારીખ ૦૯-૦૩-૨૦૨૬ના રોજ ઘરેથી ઓઢવ અંબિકા નગર સ્થિત પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી પર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયા હતા. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, નિકિતાબેનને તેમના જ કારખાનામાં કામ કરવા આવેલા રોહિત ભીખુભાઈ કારેલીયા (રહે. કંટાળા ગામ, તા. કોડીનાર) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આથી બંનેએ અમદાવાદ ખાતે લગ્ન કરી લીધા હતા અને પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.