શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રામોલ પોલીસ દ્વારા કરોડોની રોકડ રકમ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી જે રોકડા રૂપિયા મળી આવ્યા છે તેના વિશે જાણીને તમે પણ નવાઈ પામી જશો. દિવાળીના તહેવાર સમયે જ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે. જેની પાસે કરોડો રૂપિયા હતા પરંતુ તે રૂપિયાનો તેની પાસે કોઈ હિસાબ ન હતો.

બનાવને લઈને જા વિગતવાર વાત કરીએ તો, રામોલ સીએટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્સ આગળ પોલીસ વાહન ચેકિંગમાં હતી. તે જ સમયે પોલીસે વડોદરાથી આવતી એક ખાનગી ટ્રાવેલ્સમાં ચેકિંગ હાથ ધર્યું. જેમાં એક આરોપી ૧ કરોડ ૨ લાખની રોકડ રકમ સાથે ઝડપાયો. જેની પાસે આ રૂપિયાનો કોઈ હિસાબ ન હતો.

આરોપી પાસેથી જે રૂપિયા મળ્યા તેનો તેની પાસે કોઈ હિસાબ કે પુરાવા પણ ન હતા. જેથી પોલીસે કલમ ૧૦૬ મુજબ આ આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીનું નામ શમશેર બહાદુર હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ કરોડોની રોકડ રકમ સાથે ઝડપાયેલા આ આરોપીની ધરપકડ બાદ આ મુદ્દો હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. આરોપી અમદાવાદમાં આશારામ આશ્રમમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે હાલ આરોપીને ઝડપી પાડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.