ડ્રગ્સ રેકેટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ડ્રગ્સ રેકેટમાં પોલીસકર્મીનું નામ ખુલ્યું છે, જ્યારે ડ્રગ્સ રેકેટમાં નામ ખુલતા પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે,એસઓજી દ્વારા ૫૦૦ ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હાઇબ્રીડ ગાંજા પ્રકરણમાં ટ્રાફિક જવાનની પણ સંડોવણીનો ખુલાસો થયો છે. જેના પગલે ટ્રાફિક પોલીસની ધરપકડ કરાઈ છે. ગાંજા સહદેવસિંહ નામના પોલીસકર્મી દ્વારા આપવામાં આવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. જેના પગલે પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીએ રખિયાલના ધરણીધર એસ્ટેટમાંથી ૫૦ લાખના હાઈબ્રીડ ગાંજા સાથે બે યુવકો પણ દબોચાયા હતા. પકડાયેલા પ્રતીક કુમાવત અને રવિ પટેલની પુછપરછમાં ખુલ્યું હતુ કે, કેસમાં ટ્રાફિક જવાન સરહદેવસિંહની પણ સંડોવણી હતી અને પકડાયેલો માલ પોલીસનો હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં, આ જથ્થો સહદેવ પાસેથી જ લવાયો હોવાનું કહ્યું હતું.સહદેવ વર્ષ ૨૦૦૭ની બેચમાં ટ્રાફિક પોલીસમાં જાડાયો હતો. મુળ ધોળકાના ભાલોદ ગામનો વતની સહદેવ હાલ નિકોલના અમૃત પાર્ક સોસાયટીમાં રહે છે. પોલીસે ડ્રગ્સ રેકેટમાં નામ ખુલતા આરોપીની ધરપકડ કરી છે. સહદેવ ઈન્ટરસેપ્ટર વાનમાં હાઈવે પર પેટ્રોલિંગમાં ફરજ બજાવતો હતો. સાથે જ એસઓજીએ આ કેસમાં તપાસ શરૂ કરી છે.










































