One of the HSC exam centre in Bhave School Sadashiv Peth on the first day of the exams. Express Photo by Sandip Daundkar,21.02.2018, Pune

ઈતિહાસ વિજેતાના દ્રષ્ટિકોણથી લખાય છે. એવું કહેવાય છે કે વિજેતા ઈતિહાસ લખે છે અને હારેલો કવિતા કરે છે. ભારતનો મધ્યયુગીન મુઘલકાળથી લઈને અંગ્રેજકાળ સુધીનો ઈતિહાસ દરબારી ખુશામતખોર ઈતિહાસકારોએ લખ્યો છે. જે રાજ દરબારના આશ્રિત હતા. સિંહાસને બેઠેલના હુક્કાબરદાર હતા. જે આકાઓના હુક્કામાં ગડાકું ભરવાનું કામ કરતા હતા. આશ્રયદાતાની ભાટાઈ એમનો રાજધર્મ હતો. તેમણે આ ઈતિહાસ પોતાના આશ્રયદાતાને ખુશ કરવા લખ્યો છે. જેમાં દરેક આક્રમણકારને મહાન દર્શાવવામાં આવ્યો છે. દરેક આક્રાન્તાએ ભારત પર આક્રમણ કરીને જીત્યા બાદ ભારતમાં ઘણા પ્રજાલક્ષી, સમાજલક્ષી અને વહીવટી સુધારાઓ કર્યા હતા, અને જો આ પ્રજા ભારતમાં ન આવી હોત તો આજે પણ ભારત પછાત રહી ગયું હોત, એવો દરબારી રાગનો મધ્યમ સૂર આ ઈતિહાસમાંથી નીકળે છે. આ હિન્દુસ્તાનની પ્રજાનો પરાજયવાદનો ઈતિહાસ છે. પોતાની ચોથી પેઢીના વડવાનું નામ નહિ જાણતો વિદ્યાર્થી બહાદુરશાહ ઝફરની અગિયાર પેઢી અને અંગ્રેજ વાઇસરોયના નામો કડકડાટ બોલી જાય છે. બાબરના પરદાદાનું નામ અને બહાદુરશાહના પ્રપૌત્રના નામ વચ્ચેની બધી પેઢીઓનો ઈતિહાસ પાઠ્‌યપુસ્તકોમાં ક્રમબદ્ધ ઉપલબ્ધ છે. આ સિસ્ટમેટીક બ્રેઈન વોશિંગ હતું, જે આઝાદી બાદ પણ વર્ષો સુધી ચાલ્યું. નહેરુએ નિકિતા ખ્રુશ્ચોવને કહેલું, ‘દીવાલ પરના ફોટા ઉંધા કરી દેવાથી ઈતિહાસ નથી બદલી જતો.’ હિન્દુસ્તાનનો વિદ્યાર્થી ઘણા વર્ષો સુધી ઉંધા ફોટાનો ઈતિહાસ ભણતો રહ્યો છે. ભારત સરકારે તાજેતરમાં સીબીએસસીના અભ્યાસક્રમમાંથી મુઘલકાળ, શીતયુદ્ધ, બિનજોડાણ ચળવળ, ભારતમાં સામાજિક અને નવી સામાજિક ચળવળો, ફૈઝની ગઝલો જેવા અમુક પ્રકરણો કાઢી નાખીને સિલેબસ હળવો કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવદગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. દીવાલ પરના ફોટાઓ સીધા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ચર્ચા થવી સ્વાભાવિક છે.
શિક્ષણ દેશ માટે નાગરિક ઘડતરનું કામ કરે છે. દેશનો કાયદો જાણવો અને તેનું પાલન કરવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી ઇતિહાસ જાણવો અને તેના વિષે ગૌરવ કરવું છે. જો કાયદો ખોટો નથી ભણાવી શકાતો કે તેનું ખોટું અર્થઘટન નથી થઇ શકતું તો ઈતિહાસ કે તેનું અર્થઘટન ખોટું કઈ રીતે કરી શકાય કે ભણી શકાય ? શિક્ષણનો ચરમ ઉદેશ વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે. અભ્યાસીનું શરીર, તેની જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ, લાગણીઓ, આત્મા, અભિગમ, આગ્રહ, શ્રદ્ધાઓ અને કૌશલ્ય એ બધાં શિક્ષણ દ્વારા વિકાસ પામે છે. ખોટો અભ્યાસ આમાં અવરોધ ઉભો કરી શકે છે. અભ્યાસમાં ઈતિહાસ સિવાય બીજા વિષયો સમય પ્રમાણે બદલાતા રહે છે, જેમ જેમ માનવજાત પ્રગતિ કરતી જાય છે તેમ અભ્યાસ પણ અંકગણિતથી એલ્જીબ્રા અને એલ્જીબ્રાથી એપ્લાઇડ મેથેમેટિક્સની જેમ ઉત્તરોતર પ્રગતિ કરતો રહે છે. આ ગણિતની પ્રગતિનો ગ્રાફ છે. બીજા વિષયો સંશોધનો દ્વારા સંવૃદ્ધ થતા રહે છે. પણ ઈતિહાસ અચળ છે, સ્થિર છે. બદલી શકાતો નથી. ઇતિહાસનું ઘટન થઇ ગયા બાદ તેની સાથે પ્રગતિની વિભાવના નથી જોડી શકાતી. ઈતિહાસ પાળીયાઓના સિંદૂરના પોપડાઓ નીચે હોય છે, તલવાર પર થીજી ગયેલ દુશ્મનના રક્તના રંગમાં હોય છે. પોરસે સિકંદરને ઝેલમના કાંઠેથી ખદેડી મુક્યો હતો અને સિકંદર વિશ્વ વિજેતા થવાનું પોતાનું સપનું પૂરું કરી નહોતો શક્યો, એ ઈતિહાસ અફર છે. પણ આપણે એવું ભણીએ છીએ કે સિકંદર થાકીને પરત ફર્યો હતો. જેનો પોણીયા ઈતિહાસકારો વાતવાતમાં સંદર્ભ ટાંકે છે એવા અબુલ ફઝલના આઈને અકબરીમાં કવિ રહીમનો ઉલ્લેખ આવે છે, પણ તેના સમકાલિન મહાન માનવકાવ્ય રામચરિત માનસના સર્જક ગૌસ્વામી તુલસીદાસ ક્યાંયે નથી. આ ત્યારે બને છે જયારે ઈતિહાસ હુક્કાબરદાર કક્ષાના ભાંડ ઈતિહાસકારો લખે છે અને દોગલા ઇતિહાસવિદો ભારતીય અભ્યાસક્રમમાં આ ઈતિહાસ ભણાવવાની ભલામણ કરે છે. હલ્દીઘાટીના યુદ્ધ બાદ મહારાણા પ્રતાપ આશરે ૨૧ વર્ષ સુધી મુગલ સલ્તનત સામે લડે છે, અને એક વખત ચિતોડ સિવાયના બધા કિલ્લાઓ જીતી લે છે, એ ૨૧ વર્ષના કાલખંડ વિશે પણ ઈતિહાસ ખામોશ છે. તલવારના એક ઝાટકે દુશ્મનને ઘોડી સમેત ચીરી નાખવાનું રાણાનું પરાક્રમ કચકડે કંડારવાની કે અભ્યાસમાં ભણાવવાની ઘટના નથી ? જે જયચંદને ઈતિહાસ ગદ્દાર કહે છે એ કનૌજ નરેશ જયચંદ એંસી વર્ષની ઉમરે શાહબુદ્દીન ઘોરી સામે લડવા ઉતરે છે અને વીરગતિ પામે છે. શિવાજીએ ઔરંગઝેબના દરબારમાં કરેલ જય
આભાર – નિહારીકા રવિયા ભવાનીનો જયઘોષ કેમ પાઠ્‌યપુસ્તકોમાં પડઘાતો નથી ? આ હિંસક ઈતિહાસ નથી, આ શૌર્યનો ઈતિહાસ છે. દરેકને સાચો ઈતિહાસ જાણવાનો અને ભણવાનો અધિકાર છે.
સામાન્ય રીતે શાળા-કાલેજોમાં અભ્યાસક્રમો અને સમયપત્રક હેઠળ જે પદ્ધતિ પ્રમાણે જે શિક્ષણ આપવામાં આવે છે તેને શાળેય શિક્ષણ કહે છે. જે ચર્ચાઓ, વાદ વિવાદ કરવામાં આવે છે તે આ શિક્ષણનો કરવામાં આવે છે. શુ શિક્ષણ આપવું જોઈએ તેની ચર્ચા ખુબ ઓછી થાય છે. વાલીઓ અને દેશનો પ્રબુદ્ધ વર્ગ પણ સિલેબસના બદલે ફી માળખાની ચિંતા સરખામણીએ વધારે કરે છે. જ્યાં તંત્ર, નીતિ, રાજકીય ઇચ્છાશક્તિ, વ્યવસ્થા અને દેખરેખનું મીકેનીઝમ શિક્ષણને હળવાશથી લે છે ત્યાં આ પ્રશ્ન ઉભો થાય છે. અભ્યાસનું કામ માત્ર વેપારીઓ, દુકાનદારો અને નોકરિયાત પેદા કરવાનું નથી. રાષ્ટ્રનું પ્રારબ્ધ માત્ર ત્રાજવાના ભરોસે ન છોડી શકાય. જે સમાજમાં શાસન નબળું કે ઈતિહાસ તરફ કિન્નાખોરી રાખતું હોય, જ્યાં શિક્ષણ નીતિ ઘડવામાં સંગીન અને રાષ્ટ્રીય વિચારધારાનો અભાવ હોય, જ્યાં શિક્ષણની ગુણવત્તા, ઉત્તમતા અને ઇતિહાસના શિક્ષણની તટસ્થતા, અંગત કે પક્ષીય ભેદભાવ આધારે નક્કી કરવામાં આવતી હોય ત્યાં ખોટો ઈતિહાસ ભણાવાય એ સ્વાભાવિક છે.
ક્વિક નોટ — જે માણસ પોતાના જન્મ પહેલાની ઘટનાઓ વિષે અજ્ઞાત રહે છે, એ હમેશા બાળક રહી જાય છે. — રોમન ઇતિહાસકાર સિસેરો. pravin147@hotmail. com