છેલ્લાં કેટલાંક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચેના ડિવોર્સની અફવાઓ અને ચર્ચાઓ ચાલે છે. ત્યાર બાદ આ અફવાઓને વધુ મોટું સ્વરુપ આપવા માટે અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર વચ્ચેના અફેરની ચર્ચાઓ શરૂ થઈ. કેટલાંક લોકો નિમરતને અભિષેક અને ઐશ્વર્યાના સંબંધ તૂટવા માટે જવાબદાર પણ ઠેરવવા લાગ્યા અને કેટલાંકે અભિષેક પર છેતરપિંડીની આરોપ પણ લગાવ્યા.
પરંતુ આ અંગે દંપતિ સહિત સમગ્ર બચ્ચન પરિવાર મૌન છે. કોઈએ ક્યારેય આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ત્યારે હવે પરિવાર સાથે સંકળાયેલાં સૂત્ર દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેણે આ અફવાઓને ફગાવી દીધી છે અને આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે આ અફવાઓને એક ખરાબ મજાક, દ્વેષપૂર્ણ અને બિલકુલ રદ્દી ગણાવી છે.
બચ્ચન પરિવાર સાથે સંકળાયેલા એક સૂત્રએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું,’આ અફવાઓમાં સત્યને કોઈ સ્થાન જ નથી. અમને તો એ વાતે પ્રશ્ન થાય છે કે આ મુદ્દે નિમરતે કેમ હજુ સુધી કોઈ ઇનકાર કે રદિયો ન આપ્યો. અભિષેક આ બાબતે મૌન રાખ્યું છે, કારણ કે એના જીવનમાં હાલ એકસાથે બધું બહુ બની રહ્યું છે. તેને આ વિવાદમાંથી બિલકુલ દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.’
આ અફવાઓથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના જીવન પર કેવી અસર પડી છે, તે અંગે વાત કરતા સૂત્રએ જણાવ્યું,’આ અફવા ક્યારે અને કઈ રીતે શરૂ થઈ? તમારે એ અંગે પણ વિચાર કરવો જાઈએ. અભિષેક એવો વ્યક્તિ નથી જે પોતાની પત્નિ સાથે છેતરપિંડી કરે. તેનો ઐશ્વર્યા સાથેનો સંબંધ હંમેશા વિશ્વાસપૂર્ણ રહ્યો છે. તો જ્યારે તેમના સંબંધ પર પ્રશ્નો ઊઠતા હોય અને તેઓ તોફાનનો સામનો કરી રહ્યા હોય ત્યારે એ સ્થિતિમાં તે સાથ છોડે?’ સૂત્રએ એમ પણ જણાવ્યું કે, બચ્ચન પરિવારના વડીલ અમિતાભ છે, તેઓ સત્યને બહાર પાડીને તેના પર કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રએ જણાવ્યું,’થોડાં દિવસ પહેલાં તેમણે જયા બચ્ચનના માતાને મૃત જાહેર કરી દીધાં. પરિવાર કોઈ પ્રતિક્રિયા ન આપે તો એમના મૌનનો આપણે ગેરલાભ ન લેવો જાઈએ. તેઓ આ અફવાઓ અંગે ઘણા નારાજ છે અને આ શરૂ ક્યાંથી થયું તે શોધવાની કોશિશ કરી રહ્યાં છે. ત્યાર બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે.’