અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યાનો ૧૬ નવેમ્બરે ૧૦મો બર્થ ડે હતો. લાડલી દીકરીનો બર્થ ડે ઉજવવા માટે થોડા દિવસ પહેલા જ ઐશ્વર્યા-અભિષેક અને આરાધ્યા માલદીવ્સ પહોંચ્યા હતા. માલદીવ્સમાં ઉજવાયેલી આરાધ્યાની ૧૦મી બર્થ ડેની ઝલક અભિષેક બચ્ચને બતાવી છે. બર્થ ડે સેલિબ્રેશનમાંથી આરાધ્યાની સુંદર તસવીર અભિષેકે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં જોઈ શકો છો કે, બર્થ ડે ગર્લે પિંક રંગનું ફ્રોક પહેર્યું છે અને માથામાં પિંક હેરબેન્ડ છે. બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન પર હેપી બર્થ ડે આરાધ્યા લખેલું છે. પિંક અને વ્હાઈટ બલૂનથી ડેકોરેનશન કરવામાં આવ્યું છે. તસવીર શેર કરતાં અભિષેકે લખ્યું, હેપી બર્થ ડે રાજકુમારી. તારી મમ્મી કહે છે તેમ તું દુનિયાને સારું સ્થળ બનાવે છે. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ. તારા પર હંમેશા ઈશ્વરની કૃપા રહે. અભિષેકે શેર કરેલી આ તસવીર પર શ્વેતા બચ્ચનની દીકરી નવ્યાએ હાર્ટ ઈમોજીથી કોમેન્ટ કરી છે. જ્યારે નીતૂ કપૂરે
આરાધ્યાને બર્થ ડેની શુભેચ્છા પાઠવતાં તેને આલિંગ આપવાનું અભિષેકને કહ્યું છે. આ સિવાય અનુપમ ખેર, બંટી વાલિયા, દીપર હુડા, સુનિતા ગોવારીકર વગેરે જેવા સેલેબ્સે કોમેન્ટ કરીને આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા આપી છે. ઐશ્વર્યા રાયે પણ આરાધ્યાની બર્થ ડેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. તસવીરોમાં આરાધ્યા માટે લવાયેલી સુંદર કેક અને બુકેની ઝલક જોઈ શકાય છે. આ ઉપરાંત ઐશ્વર્યા અને અભિષેકે પણ લાડલી દીકરી સાથે પોઝ આપ્યો હતો. આ તસવીરો શેર કરતાં ઐશ્વર્યાએ લખ્યું, “મારી એન્જલ આરાધ્યા ૧૦ વર્ષની થઈ છે. હું શ્વાસ લઉં છું તેનું કારણ તું છે મારી ડા‹લગ આરાધ્યા. તું મારી જિંદગી મારી આત્મા છે. તને બિનશરતી પ્રેમ કરું છું. છેલ્લા થોડા દિવસથી અભિષેક પત્ની અને દીકરી સાથે માલદીવ્સમાં છે ત્યારે ત્યાંની સુંદર તસવીરો શેર કરી રહ્યો છે. જૂનિયર બચ્ચનનું ફેમિલી માલદીવ્સમાં આલિશાન રિસોર્ટમાં રોકાયું છે. રિસોર્ટમાં ફરવા માટે બચ્ચન પરિવારને જે કાર અપાઈ છે તેની આગળ ખાસ નેમ પ્લેટ લગાવાઈ છે. પ્લેટ પર ‘બચ્ચન ફેમિલી લખવામાં આવ્યું છે.