અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના બાળકો વિયાન અને સમિશાને પૂરતો સમય આપે છે. કામની સાથે સાથે પરિવારને પણ સમય ફાળવી શકાય તે શિલ્પા શેટ્ટી સુનિશ્ચિત કરે છે. તે પરિવાર અને બાળકો સાથે અવારનવાર વેકેશન પર પણ જતી હોય છે. અત્યારે પણ તે લંડનમાં બાળકો સાથે વેકેશન એન્જાય કરી રહી છે. તે ત્યાંથી પરિવારની તેમજ અન્ય સ્થળોની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે. આજે તેણે સોશિયલ મીડિયા પર એક ક્યુટ વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે તેની દીકરી સમિશા મમ્મી શિલ્પાની નકલ ઉતારી રહી છે. શિલ્પાના ફેન્સ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. શિલ્પા શેટ્ટીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે તે દીકરા વિયાન અને દીકરી સમીશા સાથે તળાવના કિનારે બેસીને બતકને બ્રેડ ખવડાવી રહી છે. આ તળાવ કોઈ પાર્કમાં હોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શિલ્પા અને બન્ને બાળકો આ પ્રક્રિયાને ખૂબ એન્જાય કરી રહ્યા છે. શિલ્પા બ્રેડના નાના-નાના ટુકડા કરીને બતકને નાખી રહી છે. દીકરો વિયાન બાજુમાં ઉભો છે અને દીકરી સમીશા તેના ખોળામાં છે. આ પ્રવૃત્તિની સાથે જ શિલ્પા બાળકોને શીખવાડે છે કે, શેરિંગ ઈઝ કેરિંગ. વીડિયોમાં જોઈ શકાય છે કે, સમીશા એક-બે વાર માતા શિલ્પા શેટ્ટીની નકલ ઉતારવાનો પ્રયત્ન કરે છે. શિલ્પા જ્યારે બતકને ખવડાવવા માટે બીજી બ્રેડ માંગે છે ત્યારે પણ સમીશા તેની નકલ ઉતારે છે. આ જોઈને શિલ્પા ખડખડાટ હસી પડે છે. વીડિયો શેર કરીને અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, રવિવાર આવો હોવો જોઈએ. આ પહેલા શિલ્પાએ કેક ખાતો એક ફોટો શેર કર્યો હતો. વર્ક ફ્રટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી ૧૭મી જૂનના રોજ રીલિઝ થયેલી ફિલ્મ નિકમ્મામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિમન્યુ દસ્સાની અને શર્લી સેટિયા લીડ રોલમાં હતા. શિલ્પા શેટ્ટી હવે રોહિત શેટ્ટીની વેબ સીરિઝમાં પોલીસના રોલમાં જોવા મળશે. આ વેબ સીરિઝથી શિલ્પા શેટ્ટીની સાથે સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ઓટીટી ડેબ્યુ કરશે.’