બોલિવુડ એક્ટર રણવીર સિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ ૧૩ મેના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે અને થોડા દિવસ પહેલા જ તેનું ટ્રેલર લોન્ચ થયું હતું, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. રણવીર સિંહ ફિલ્મના પ્રમોશન માટે હાલમાં ડાન્સ રિયાલિટી શો ડ્ઢૈંડ્ઢ લિટલ માસ્ટર્સના સેટ પર પહોંચ્યો હતો. જેના જજ રેમો ડિસૂઝા, મૌની રોય અને સોનાલી બેન્દ્રે છે જ્યારે હોસ્ટ જય ભાનુશાળી છે. એક્ટરે સેટ પરથી મ્્જી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ દરમિયાન એકમાંથી તે મૌની રોયને ગ્લોબલ વો‹મગનું કારણ જણાવીને તેની સાથે ફ્લર્ટ કરતો પણ જોવા મળ્યો હતો. રણવીર સિંહે જે વીડિયો શેર કર્યો હતો તેમાં મૌની રોય બ્લેક અને સિલ્વર કલરની લહેંગા-ચોલીમાં સુંદર લાગી રહી હતી. તો એક્ટર હંમેશાની જેમ કલરફુલ અટાયરમાં જોવા મળ્યો હતો. વીડિયોમાં એક્ટર કહી રહ્યો છે કે ‘મૌનીજી દેશમાં હીટવેવ ચાલી રહી છે’ તો મૌની રોય કહે છે ‘જી ચાલી તો રહી છે’ તો એક્ટર કહે છે ‘થોડી તો દયા રાખો. જો વધારે હોટ થયું તો હું પહેલાથી જ તૈયારી કરીને આવ્યો છું’, જે બાદ તે ફાયર એક્સટિંગ્વિસર બતાવે છે. વીડિયોની સાથે તેણે લખ્યું હતું ‘ગ્લોબલ વો‹મગનું અસલી કારણ મૌની રોય’. ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની વાત કરીએ તો, રણવીર સિંહ તેમાં જયેશભાઈના પાત્રમાં જોવા મળશે. જ્યારે અર્જુન રેડ્ડી ફેમ શાલિની પાંડે તેની પત્નીના પાત્રમાં છે. તો બોમન ઈરાની અને રત્ના પાઠક તેના માતા-પિતાનો રોલ ભજવી રહ્યા છે. ફિલ્મ લોકોને હસાવવાની સાથે-સાથે એક સામાજિક મેસેજ પણ આપશે. ફિલ્મમાં રણવીર સિંહને પહેલાથી જ દીકરીના પિતા તરીકે દેખાડવામાં આવ્યો છે અને શાલિની ફરીથી પ્રેગ્નેન્ટ છે. આ વખતે દીકરો જ જન્મે તેવું પરિવાર ઈચ્છે છે. આ માટે તેઓ ગર્ભ પરિક્ષણ કરાવવા પણ જોય છે, જેમાં ગર્ભમાં રહેલું બાળક દીકરો નહીં દીકરી હોવાની જોણ થાય છે. જો કે, રણવીર પરિવારની વિરુદ્ધમાં જઈને બાળકને બચાવવાના તમામ પ્રયાસ કરે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણવીર સિંહ પાસે હાલ બે ફિલ્મો છે. જેમાં કરણ જોહરની રોકી ઔર રાની કી પ્રેમ કહાણીનો સમાવેશ થાય છે, ફિલ્મમાં આલિયા ભટ્ટ તેની ઓપોઝિટમાં છે.